ભાવનગરઃ રાજ્યસરકાર દ્વારા રાજ્યભરમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાં સૌની યોજના અમલી બનાવી છે. જેમાં અગાઉ ફેઝ 1 અને 2 ને પરિપૂર્ણ કરી હવે ફેઝ 3 હેઠળની કામગીરી હાથ ધરી તેને માર્ચ-2021 પહેલા પૂર્ણ કરવામાં આવશે.
આ યોજનામાં ભાવનગર સિંચાઈ વિભાગ હેઠળના અનેક જળાશયોનો સમાવેશ કરાયો છે. ત્યારે રાજવી પરિવારની દેન એવા બોરતળાવને ભરવા માટે 146 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઈનો નાખી 140 એમસીએફટી પાણીથી ભરવામાં આવશે. જેમાં વચ્ચે આવતા ગામોના તળાવો અને ચેકડેમોને પણ આ યોજના હેઠળ ભરવામાં આવશે. જોકે આ વર્ષે ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં. શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેથી લોકો અને ખેડૂતોને આ વર્ષે પાણીની તંગીનો સામનો કરવો પડશે નહી.