- ઓનલાઇન નોંધણી કરાવીને સ્ટેમ્પ મેળવવા પડે છે
- 20થી 300 સુધીના સ્ટેમ્પ લેવા માટે લાઈનો
- દસ્તાવેજ નોંધણીમાં સર્વરની હાલાકીમાં વકીલો અને અરજદારો ત્રાહિમામ
ભાવનગરમાં ઇ-સ્ટેમ્પમાં થતી હાલાકીથી વકીલો હેરાન
ભાવનગર: ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત હવે બધી જ પ્રક્રિયા ઓનલાઇન થઈ છે. ત્યારે સ્ટેમ્પ માટે હવે ઓનલાઇન સર્વર અને ઈન્ટરનેટ પર આધાર રાખવો પડે છે કારણ કે, હવે કાગળના સીધા જ સ્ટેમ્પ મળતા નથી. ઓનલાઇન નોંધણી કરાવીને સ્ટેમ્પ મેળવવા પડે છે. જેમાં 20થી 300 સુધીના સ્ટેમ્પ લેવા માટે લાઈનો હોઈ છે. દસ્તાવેજ નોંધણીમાં સર્વરની હાલાકીમાં વકીલો અને અરજદારો ત્રાહિમામ થયા છે.
ગુજરાતમાં હવે 20,50 કે 100 કે 500 ના સ્ટેમ્પ જોવા મળતા નથી
ગુજરાતમાં હવે 20, 50, 100 કે 500ના સ્ટેમ્પ જોવા મળતા નથી. તેના કારણે સ્ટેમ્પ વેન્ડર પણ પોતાની કામની પદ્ધતિ બદલી ચૂક્યા છે. ઘણા લોકો આ વ્યવસાય છોડી ચૂક્યા છે. નવી આવેલી ઇ સ્ટેમ્પિંગ પદ્ધતિમાં વકીલો, વેન્ડર હાલાકી ભોગવી રહ્યા છે. જોકે, ભાવનગર જિલ્લામાં 22 સેન્ટરો સ્ટેમ્પ માટેના છે પણ કોઈને સ્ટેમ્પ નોંધણીનો આંકડો ખબર નથી. એટલું જ નહીં પણ ભાવનગરથી ગાંધીનગર સુધી કોઈ આંકડો આપવા તૈયાર નથી. બસ અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે.
આ પણ વાંચો:ફિઝીકલ નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર્સ પર પ્રતિબંધ મૂકી ઇ-સ્ટેમ્પના નિયમ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી
કાગળના સ્ટેમ્પ બંધ થયા બાદ ઓનલાઈન સ્ટેમ્પ
ભાવનગરમાં ટ્રેઝરી ઓફિસમાંથી દસ્તાવેજી કામ માટે સ્ટેમ્પ લેવા માટે સ્ટેમ્પ વેન્ડર સરકાર દ્વારા મંજૂર કરાયેલા હતા. ઇ સ્ટમપિંગમાટે વેબસાઈટ પર સ્ટેમ્પ મેળવવા લાંબી લાઈનો રહે છે. 20 થી 100ના સ્ટેમ્પ વાળા લોકોની વધુ લાઈનો હોવાથી મકાન, જમીનના મોટા દસ્તાવેજના અરજદારો રઝળી પડ્યા છે. સ્ટેમ્પ કોણ કાઢી આપશે તેનું કોઈ લિસ્ટ સરકારે વકીલોને આપ્યું નથી. જેથી પહેલા તો સ્ટેમ્પ કાઢી આપે ત્યારબાદ તેને શોધવામાં સમય બગડે છે.
ભાવનગર શહેરમાં 22 સેન્ટરો પર સ્ટેમ્પ મળવાપાત્ર
ભાવનગર શહેરમાં 22 સેન્ટરો પર સ્ટેમ્પ મળવા પાત્ર છે. જેમાં ભાવનગર શહેરના મોતીબાગ સેન્ટર પર રોજના આશરે 100 સ્ટેમ્પ નીકળી રહ્યા છે. આમ 22 સેન્ટરનું જોઈએ તો આશરે 1,000 થી 2,000 વચ્ચે રોજના સ્ટેમ્પ નીકળી રહ્યા છે ત્યારે વકીલો ત્રાહિમામ છે સ્ટેમ્પ મળ્યા બાદ દસ્તાવેજ કરવા સરકારની વેબસાઈટમાં જતા એપ્લિકેશન બુક થતી નથી. જો થાય તો પૈસા ભરવાના ઓપ્શનમાં જઈને ઓનલાઇન પૈસા ભરો તો ઘણી વખત પૈસા કપાઈ જાય છે. દસ્તાવેજ નોંધણી થતી નથી તેમ છતાં ફસાયેલા પૈસા પણ છ મહિને 10 ટકા કપાઈને આવે છે ત્યારે સરકાર વિકલ્પ આપે તેવી માંગ વકીલોમાંથી ઉઠી છે.
આ પણ વાંચો:માંગરોળ તાલુકામાં સર્જાણી સ્ટેમ્પ પેપરની અછત, વિદ્યાર્થીઓએ કર્યો હોબાળો
સ્ટેમ્પના આંકડા બાબતે અધિકારીઓ આપે છે એકબીજાને ખો
રોજના કેટલા સ્ટેમ્પ ભાવનગરમાંથી ખરીદાય છે તે માટે ભાવનગર કલેકટર કચેરીથી જાણવા મળ્યું હતુ કે, ઇન્ચાર્જ અધિકારી પાલીતાણા પ્રાંત અધિકારી વર્મા છે. જેને પૂછતાં તેમણે સ્ટેમ્પ કચેરીના વ્યક્તિ શ્રીમાળીનો નંબર આપ્યો હતો. તેને પૂછતાં તેને પણ ખ્યાલ ન હોવાથી સ્ટેમ્પ હોલ્ડિંગ કચેરીમાંથી લેવાનુ કહ્યું હતુ. જ્યારે સ્ટેમ્પ હોલ્ડિંગના MDને ફોન કર્યો તો તેમણે ગાંધીનગર પૂછવા કહ્યું હતુ. જ્યારે ગાંધીનગર પૂછ્યું તો જવાબ એ આવ્યો કે, તમારા જિલ્લાના સ્ટેમ્પના આંકડા ડેપ્યુટી કલેકટર આપશે. ઇ-સ્ટેમપિંગથી અરજદાર, વકીલ અને લાયસન્સ મેળવેલા વેન્ડર ત્રાહિમામ થઈ ગયા છે.