ગુજરાત

gujarat

ETV Bharat / city

Janmashtami 2022 in Bhavnagar શહેરમાં ઠેર ઠેર મટકી ફોડ ઉજવણી સીએમની હાજરીથી ખીલ્યાં ગોવિંદા

ભગવાન કૃષ્ણના જન્મની તિથિ જન્માષ્ટમીની ભારે ઉલ્લાસથી ભાવનગરમાં પણ ઉજવણી થતી જોવા મળી છે. ભાવેણું જય કનૈયાલાલના નાદ સાથે મટકી ફોડની ઉજવણીના રંગે રંગાયું છે. ભાવનગરમાં મટકી ફોડ ઉજવણીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીને લઇને લોકોમાં આનંદ આનંદ થઈ ગયો હતો. Janmashtami 2022 in Bhavnagar, Matki Fod Celebration in Bhavnagar, CM Bhupendra Patel in Bhavnagar

Janmashtami 2022 in Bhavnagar શહેરમાં ઠેર ઠેર મટકી ફોડ ઉજવણી સીએમની હાજરીથી ખીલ્યાં ગોવિંદા
Janmashtami 2022 in Bhavnagar શહેરમાં ઠેર ઠેર મટકી ફોડ ઉજવણી સીએમની હાજરીથી ખીલ્યાં ગોવિંદા

By

Published : Aug 19, 2022, 8:55 PM IST

ભાવનગર શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર મટકીફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જન્માષ્ટમી નિમિતે વિવિધ મિત્ર મંડળ અને ગ્રુપો દ્વારા આયોજન કરાયા હતાં. શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીના વિસ્તારમાં પણ ઠેર ઠેર સવારથી સાંજ સુધી મટકીફોડ કાર્યક્રમ યોજાયા હતાં. સાંજના છેલ્લા મટકી ફોડ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના હોવાથી લોકોનો હરખ વધી ગયો હતો.

શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીના વિસ્તારમાં પણ ઠેર ઠેર સવારથી સાંજ સુધી મટકીફોડ કાર્યક્રમ યોજાયા

શિક્ષણપ્રધાનના મત વિસ્તારમાં ઠેર ઠેર મટકીફોડ કાર્યક્રમ મટકી ફોડના કાર્યક્રમોમાં શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ પોતાના વિસ્તારમાં અસંખ્ય કાર્યક્રમો યોજીને હાજરી આપી હતી. અલગ અલગ વિસ્તારોમાં મહારાષ્ટ્રથી આવતી ટીમો દ્વારા મટકી ફોડવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આવા મટકી ફોડ કાર્યક્રમો જોવા માટે ઉમટ્યાં હતાં.

40 થી 50 ફૂટની ઊંચાઈએ બાંધેલી મટકી ટીમો દ્વારા ફોડવામાં આવી

આ ટીમો દ્વારા જેસીબીથી ઊંચાઈએ 40 થી 50 ફૂટની ઊંચાઈએ બાંધેલી મટકી ટીમો દ્વારા ફોડવામાં આવી હતી. જય કનૈયાલાલકીના નાદ સાથે સમગ્ર મટકી ફોડ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. શિક્ષણપ્રધાન મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપી લોકો વચ્ચે રહ્યાં હતાં.

આ પણ વાંચો જય કનૈયા લાલ કી ખભેખભા મિલાવીને બહેનો નીકળશે મટકી ફોડવા

ગોકળિયા ગામ જેવો માહોલભાવનગર શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં ગોકળિયા ગામ જેવો માહોલ ઉભો થયો હતો. શહેરના મહિલા કોલેજ ગીતાચોક જેવા વિસ્તારમાં મિત્ર મંડળો દ્વારા મટકી ફોડના કાર્યક્રમોયોજવામાં આવ્યા હતાં. અલગ અલગ વિસ્તારોમાં 20 થી 25 ફૂટ ઊંચાઈએ મટકી ગોઠવવામાં આવી હતી. લોકો મટકીફોડ કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ગોવિંદાઓને પ્રોત્સાહન આપતાં જોવા મળતાં હતાં.

આ પણ વાંચો જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોરમાં ભાવિકોનો મહેરામણ ઉમટ્યો

CM પણ સાંજના છેલ્લા મટકીફોડ કાર્યક્રમમાં આપશે હાજરીભાવનગર શહેરમાં મટકીફોડ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપવાના છે. બોર તળાવ બાલવાટિકા પાસે છેલ્લા મટકીફોડ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. શહેરમાં શિક્ષણપ્રધાનના યોજાતા આવતા મટકી ફોડ કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની હાજરીથી રાજકીય રંગ લાગી રહ્યો છે. સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મટકી ફોડ કાર્યક્રમમાં અને વિભાવરીબેન દવેના જન્માષ્ટમી મેળામાં પણ ઉપસ્થિત રહેતાં લોકોમાં હરખ વધ્યો હતો. Janmashtami 2022 in Bhavnagar Matki Fod Celebration in Bhavnagar, CM Bhupendra Patel in Bhavnagar

ABOUT THE AUTHOR

...view details