- કોરોનાની ત્રીજી લહેર વિશે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ
- કોરોનાએ એક ગાંડા હાથી જેવો છે
- ત્રીજી લહેર સામે રસીનો ત્રીજો ડોઝ જરૂરૂ
ભાવનગર: કોરોનાની બીજી લહેર સામે થોડા અંશે શહેરે જીત મેળવી હતી, પણ બીજી લહેરમાં મ્યુકોરમાયકોસીસ જેવા ફંગસ જેવા રોગ પણ ફેલાયા હતા અને લોકોને પોતાના શરીરના અંગો ગુમાવ્યા તો કેટલાકના કોરોના અને ફંગસ સાથે હોવાથી જીવ ગુમાવ્યા હતા. હાલમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. આ બાબતે ETV Bharatએ ભાવનગરના ENT વિભાગના હેડ સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે કોરોનાને ગાંડા હાથી જેવો ગણાવ્યો હતો.
ભાવનગરમાં બીજી લહેર બાદ ત્રીજીમાં શું શક્યતા
શહેરમાં બીજી લહેરમાં લોકો કોરોનામાંથી નીકળીને ફંગસમાં ફસાયા હતા. ત્રીજી લહેરમાં અનેક શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ETV Bharat એ ભાવનગર સર ટી હોસ્પિટલના ENT વિભાગના હેડ ડો સુશીલ ઝા સાથે વાતચીત કરી હતી. સુશીલ ઝાએ જણાવ્યું હતું કે કોરોના એક સવો વાયરસ છે કે તેના બદલતા વેરિયન્ટ બાદ વાયરસ શુ શુ અસર કરે છે તેની કોઈ ભવિષ્યવાણી થઈ શકતી નથી. વેરિયન્ટ આવ્યા બાદ તેના લક્ષણો અને શરીરમાં ક્યાં કેવી અસર કરે છે તે ફેસ થયા પછી ખ્યાલ આવે છે શરીરમાં કોઈ પણ ગડબડી થઈ શકે છે.