ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘોઘા તાલુકામાં કુંજ પક્ષી સાથે શિકારીઓ ઝડપાયા, ઘરમાંથી કબ્જે લીધા મૃત પક્ષી

ભાવનગરના દરિયાઈ પટ્ટી ઉપર કુંજ પક્ષીઓ જોવા મળતા હોય છે. ત્રણ મૃત કુંજ પક્ષી (Hunters caught with Common crane bird) સાથે ત્રણ શિકારીઓ ઝડપાયા છે.

ઘોઘા તાલુકામાં કુંજ પક્ષી સાથે શિકારીઓ ઝડપાયા, ઘરમાંથી કબ્જે લીધા મૃત પક્ષી
ઘોઘા તાલુકામાં કુંજ પક્ષી સાથે શિકારીઓ ઝડપાયા, ઘરમાંથી કબ્જે લીધા મૃત પક્ષી

By

Published : Jan 22, 2022, 1:50 PM IST

ભાવનગર:ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વનવિભાગને બાતમી મળતા ભુંભલી ગામે એક રહેણાંકીય મકાનમાં રેડ પાડવામાં આવી હતી. રેડ પાડતા ત્રણ જેટલા મૃત કુંજ પક્ષીઓ(Hunters caught with Common crane bird ) મળી આવ્યા હતા. (Forest Department detained three people) કાર્યવાહી કરી છે.

ઘોઘા તાલુકામાં કુંજ પક્ષી સાથે શિકારીઓ ઝડપાયા, ઘરમાંથી કબ્જે લીધા મૃત પક્ષી

ક્યાંથી ઝડપાયા ઝડપાયા કુંજ મૃત પક્ષીઓ

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં વન વિભાગને મળેલી બાતમીના આધારે ભુંભલી ગામના દિનેશ મનજી પટેલીયાના ઘરમાંથી મૃત કુંજ પક્ષી હોવાની જાણ થતાં સ્ટાફ સાથે રેડ પાડવામાં આવી હતી. વનવિભાગે રેડ પાડતા ત્રણ મૃત મળેલા કુંજ પક્ષીને કબ્જામાં લઈને દિનેશ મનજી પટેલીયાની પૂછતાછ હાથ ધરી હતી. પૂછતાછમાં વધુ બે લોકોના નામ ખુલ્યા હતા.

વધુ બે શખ્સોઝડપાયા

ઘોઘા પંથકમાં કરેલી રેડમાં ફોરેસ્ટ વિભાગના ઘોઘા પંથકના રેન્જના અધિકારી દિવ્યરાજભાઈએ જણાવ્યું હતું કે, ભાવનગરના ઘોઘાના ભુંભલી ગામના દિનેશ મનજી પટેલીયાને મદદગારીમાં શ્યામજી કલ્યાણ મકવાણા અને અશોક પોપટ પટેલિયા બંને ભુંભલીના રહેવાસીઓએ મદદ કરી હોવાનો ખુલાસો થયો હતો.

વનવિભાગે ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા

વનવિભાગે ત્રણેય શખ્સોને ઝડપીને વનવિભાગ અધિનિયમ 1972 મુજબ અનુસૂચિત 4માં આવતા કુંજ પક્ષીના સંદર્ભે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્રણેય શિકારીઓ સામે ગુનો નોંધાયો

મૃત પક્ષીઓને કબજામાં લેવામાં આવ્યા હતા તો ત્રણેય શિકારીઓ સામે ગુનો નોંધ્યા બાદ દંડ વસૂલીને જામીન પર મુક્તિ આપવામાં આવી હતી.

ઝેરી દાણા નાખીને કુંજ પક્ષીઓનો શિકાર કરતા

ઝેરી દાણા નાખીને કુંજ પક્ષીઓનો અલગ અલગ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં શિકાર ત્રણેય શખ્સો કરતા હતા. જો કે ગત વર્ષે પણ એક બનાવ કુંજ પક્ષીના શિકારનો સામે આવ્યો હતો.

આ પણ વાંચો:

Seagull At Dwarka Beach: દ્વારકાના સમુદ્ર તટ પર આવી પહોંચ્યા વિદેશી પક્ષી સિગલ

પોરબંદરમાં પતંગના દોરાનો શિકાર બનેલ 20 કુંજ પક્ષીઓ જીવન ભર ઉડી જ નહીં શકે

ABOUT THE AUTHOR

...view details