ભાવનગરઃ ભાવનગર યુનિવર્સિટી દ્વારા એપ્રેન્ટીશના 50 કર્મચારીઓને તેમની સમય મર્યાદા પૂર્ણ થતા છૂટ્ટા કરી દેવાયા છે. જેથી 50 પરિવારની રોજીરોટી છીનવાઇ છે, ત્યારે એપ્રેન્ટીશ કર્મચારીઓએ લેખિતમાં રજૂઆત કરીને કોરોના મહામારીમાં નોકરી યથાવત રાખવાની માગ કરી હતી, જેમાં સામેથી કઇ જવાબ નહી મળતા અંતે રૂબરૂ જઈ તેઓએ માગ કરી હતી.
ભાવનગર યુનિવર્સિટીમાં 50 કર્મચારીઓને સમય મર્યાદા પૂર્ણ થતા કરાયા છુટ્ટા એપ્રેન્ટીશ કર્મચારીઓને સ્પોટ નોકરી આપવાની તારીખ અલગ છે અને ઓનલાઇન નોકરી આપવાની તારીખ અલગ છે, ઓનલાઈનમાં નોકરી પૂર્ણ થવાના 45 દિવસ બાકી છે અને સ્પોટ નોકરીમાં 12 માસ પૂર્ણ થતાં છૂટ્ટા કરી દેવાયા છે ત્યારે હવે બીજે નોકરી મેળવવા ઓનલાઇન અરજી કરે તો તેમની નોકરી ચાલુ હોવાનું જણાવીને અરજીનો અસ્વીકાર થાય છે ત્યારે કર્મચારીઓની માંગ છે કે તેમને એક્સ્ટન્શન આપવામાં આવે.
કોરોના મહામારીમાં સમગ્ર વિશ્વ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન દ્વારા મહામારીના પ્રારંભ દરમિયાન કોઈની રોજગારી છીનવવી નહી તેવું સૂચન કરવામાં આવ્યું હતું, પણ આજે અનલોકમાં સરકારી સંસ્થાના એપ્રેન્ટીશ 50 કર્મચારીને સમય મર્યાદા પૂર્ણ કરતા છૂટા કરી દેવાયા છે. હવે સંસ્થા રોજગારી આપી શકે એમ નથી અને સંસ્થાની બેદરકારી કે ભૂલના કારણે 50 કર્મચારીઓ બીજી સરકારી સંસ્થામાં નોકરી મેળવી શકતા નથી.
ભાવનગર યુનિવર્સિટીમાં 50 કર્મચારીઓને સમય મર્યાદા પૂર્ણ થતા કરાયા છુટ્ટા ભાવનગર યુનિવર્સિટીમાં એપ્રેન્ટીશમાં તાલીમ મેળવી આશરે 10 હજાર જેવી રોજગારી મેળવતા લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ સમય મર્યાદા પૂર્ણ થતાં છુટ્ટા કર્યા છે, ત્યારે કોરોના મહામારીમાં ક્યાંય નોકરી નથી તેવામાં નોકરી મેળવવા ક્યાં જવું એવા ઉભા થયેલા પ્રશ્નને પગલે ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે, પણ કોઈ પ્રત્યુત્તર નહી મળતા 50 પૈકી 15 કર્મચારીઓ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને મળવા પોહચ્યા હતા. જ્યાં રજિસ્ટ્રારે માત્ર એક વ્યક્તિને બોલાવ્યા હતા અને તેમની વાત સાંભળી સરકાર સુધી પહોંચાડશે તેવું કહેવામાં આવ્યું હતું.
ભાવનગર યુનિવર્સિટીમાં 50 કર્મચારીઓને સમય મર્યાદા પૂર્ણ થતા કરાયા છુટ્ટા એક તરફ કોરોના મહામારીમાં સરકાર કોઈની રોજગારી ના છીનવાઈ તેવા સૂચનો ઉદ્યોગકારોને અને મોટી કમ્પનીઓને કરે છે, ત્યારે ભાવનગર શહેરમાં સરકારી સંસ્થાના લોકોની સમય મર્યાદા પૂર્ણ થઈ હોય ત્યારે એક્સ્ટન્શન આપીને રોજગારી યથાવત રાખવાને બદલે નિયમને વળગી છૂટા કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ બીજી એવી ભૂલ કરી છે, કે જે ઓનલાઇન એપ્રેન્ટીશની તારીખ નોંધાઇ છે, તેના કારણે અન્ય જગ્યાએ એપ્રેન્ટીશમાં ઓનલાઇન નોકરી મેળવવા માટે એપલાઈ કરી શકતા નથી. જેના પગલે હવે આ કર્મચારીને રોજગારી મેળવવા માટે ફાંફા મારવાનો સમય આવ્યો છે. ત્યારે તેઓની માગ છે કે, યુનિવર્સિટી આ મહામારીમાં તેમને એક્સ્ટન્શન આપે.
ભાવનગર યુનિવર્સિટીમાં 50 કર્મચારીઓને સમય મર્યાદા પૂર્ણ થતા કરાયા છુટ્ટા કોરોના મહામારીના કારણે આર્થિક ચક્ર બંધ થઈ ગયું છે અને તેને પુનઃ શરૂ કરીને તેને વિધિવત રીતે મૂળ ગતિમાં આવવા માટે કેટલો સમય કે વર્ષ લાગે તેની કોઈને જાણ નથી. પરંતુ આ બંધ થયેલા ચક્રમાં રોજગારી ગુમાવેલા લોકોને રોજગારી આપવાનું કામ પણ જે તે દેશની સરકારનું બને છે, ત્યારે યુનિવર્સિટીના છુટ્ટા કરેલા કર્મચારીને પુનઃ સ્થાન આપી હાલમાં સરકારે આવી સંસ્થામાં કામ કરતા લોકોને પણ એક્સ્ટન્શન આપીને રોજગારી મળી રહે તેવા પ્રયત્ન જરૂર કરવા જોઈએ.