- ભાવનગરમાં દિન-પ્રતિદિન કોરોનાના વધતા કેસ
- હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારો થતાં ઓક્સિજનની માગમાં વધારો
- હોસ્પિટલોમાં ઓક્સિજનની માગને લઈને અલંગ એસોસિએશન આવ્યું વ્હાર
- અલંગમાં ઓક્સિજન બાટલા વગર ચાલશે, પરંતું માનવ જીવનને બચાવો એ આપણી નૈતિક ફરજ
- ઓક્સિજનનો પૂરતો જથ્થો ન મળવાના કારણે અલંગમાં શિપ બ્રેકિંગની કામગીરી લગભગ ઠપ્પ
ભાવનગર : કોરોનાની બીજી લહેર શહેરીજનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધતા 150 આંકને પાર કરી રહી છે, તો બીજી તરફ હોમ આઇસોલેશનની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં લોકોને લાચાર કરી દીધા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અલ્પનિય રીતે વધી રહેલા કોરોનાના દર્દીઓને કારણે ઓક્સિજન પુરવઠાની માગમાં ધરખમ વધારો થયો છે. તેના કારણે ઔદ્યોગિક એકમોને મળતા ઓક્સિજનના જથ્થામાં કાપ મૂકી, આ પુરવઠો હોસ્પિટલ તરફ મોકલવામાં આવ્યો છે. જેની સીધી અસર અલંગ ઉદ્યોગ પર વર્તાવા માંડી છે. છેલ્લા કેટલાક દિવસથી ઓક્સિજનનો પૂરતો જથ્થો ન મળવાના કારણે અલંગમાં શિપ બ્રેકિંગની કામગીરી લગભગ ઠપ્પ થઈ રહી છે.
આ પણ વાંચોઃપોરબંદર સિંચાઇ વિભાગમાં અપૂરતો સ્ટાફ, બરડા સાગર ડેમની કામગીરી ઠપ્પ