ગુજરાત

gujarat

ETV Bharat / city

આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો - Alang industry

અનેક ચઢાવ ઉતાર વચ્ચે અલંગ શિપબ્રેકિંગ યાર્ડ માટે નાણાકીય વર્ષ 2021-22નો પ્રારંભ નબળો થયો છે. અલંગમાં સરેરાશ 25 જહાજ પ્રતિ માસ ભંગાવા માટે આવે છે, તેની સામે એપ્રિલ-2021માં માત્ર 16 જહાજ જ ભંગાણાર્થે આવ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની કિંમત વધી છે અને સ્થાનિક સ્ક્રેપની કિંમતો પણ વધારે હોવાના કારણે અલંગમાં જહાજો આવવાના પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે.

AlangJoint Secretary
AlangJoint Secretary

By

Published : May 5, 2021, 7:02 PM IST

  • કોરોના મહામારીમાં અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો
  • સરેરાશ મહિને 30 જહાજોની સરખામણીએ માત્ર 15 જહાજો ભંગાણ અર્થે આવ્યા
  • કોરોના મહામારીના કારણે માનવ જિંદગી બચાવવા ઓક્સિજન અને ટેન્ક દર્દીઓ માટે અપાતા સ્ક્રેપ ઉત્પાદનમાં ઘટાડો
  • આંતરરાષ્ટ્રીય બજારોમાં શિપના વધુ ભાવો મળતાં જહાજો કટિંગ માટેનો ફ્લો ઓછો
  • કસ્ટમ ડ્યુટી અને ફિક્સ ચાર્જીસ ઘટાડવા સરકાર પાસે માગ
  • અલંગમાં જહાજોની આવકમાં સતત ઘટાડો

ભાવનગર : સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું અલંગ શીપ યાર્ડ કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ગત વર્ષે કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન અલંગ ઉદ્યોગને મોટુ નુકસાન સહન કરવું પડ્યું હતું. જે બાદ અનલોક થતા વર્ષ 2021માં જાન્યુઆરી-2021ની શરૂઆતમાં જહાજોની સંખ્યા સારી રહી હતી, પરંતુ ત્યાર બાદ અલંગમાં સતત જહાજોની આવક ઘટતી આવી રહી છે. વર્ષ 2021માં અલંગ ખાતે આવેલા જહાજોની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં 12, માર્ચમાં 10 અને એપ્રિલમાં 16 જહાજો આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં અલંગમાં માત્ર 38 જહાજો આવ્યા છે. તેથી સ્ક્રેપનું ઉત્પાદન પણ ઓછું થઇ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો

આ પણ વાંચો -છેલ્લા 5 વર્ષના અલંગ ઉદ્યોગના ઉતાર ચઢાવ પર વિશેષ અહેવાલ..

ચાર્ટ મહિના પ્રમાણે
મહિનો જહાજની સંખ્યા
જાન્યુઆરી, 2021 26 જહાજ
ફેબ્રુઆરી, 2021 12 જહાજ
માર્ચ, 2021 10 જહાજ
એપ્રિલ, 2021 16 જહાજ

આ પણ વાંચો -અલંગમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો નહીં મળતા કામગીરી ઠપ્પ

અલંગના જોઈન્ટ સેકેટરી શુ કહી રહ્યા છે?

  • અલંગ ખાતે વર્ષ 2021-22માં જહાજો આવવાના ઘટાડા બાબતે અલંગ શીપ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી હરેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અલંગમાં મહિનામાં 25થી ૩૦ જહાજો ભંગાણ અર્થે આવતા હતા. જે હાલનાં સમયમાં મહિનામાં માત્ર 14 જહાજો જ ભંગાણ અર્થે આવી રહ્યા છે.
  • અંતરરાષ્ટ્રીય બજારોમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં જહાજોની ઉંચી રકમ મળતા મોટા ભાગના જહાજો આ દેશો તરફ ભંગાણ માટે જતા રહેતા તેની અસરના કારણે પણ અલંગમાં જહાજોની સંખ્યામાં ઘટાડો થયો છે.
  • આ ઉપરાંત કોરોનાની બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થતા અલંગ શીપ કટિંગમાં વપરાતા ઓક્સિજન અને સિલિન્ડરને પણ દર્દીઓ માટે પહેલું પ્રાધાન્ય આપી મોકલવામાં આવી રહ્યો છે, જેના કારણે અલંગમાં 50 ટકા જેટલી જ શીપ કટિંગની કામગીરી થતા સ્ક્રેપનું ઉત્પાદન પણ ઓછુ થઇ રહ્યું છે.
  • કોરોના સંક્રમણને લઈને પણ જહાજો ભંગાણ માટે પ્રમાણમાં ઓછા આવી રહ્યા છે.
  • જો સરકાર દ્વારા અલંગ જહાજો પર લાગતી કસ્ટમ ડ્યુટી જે 2.5 ટકા છે અને ફિક્સ ચાર્જ જો ઓછા કરવામાં આવે તો પણ જહાજોની કોસ્ટમાં ફરક પડે અને વધુ જહાજો આવે તે માટેનાં પ્રયાસો કરવા પણ સરકાર પાસે માગ કરવામાં આવી રહી છે.
    સરેરાશ મહિને 30 જહાજોની સરખામણીએ માત્ર 15 જહાજો ભંગાણ અર્થે આવ્યા

આ પણ વાંચો -અલંગ શિપબ્રેકિંગ યાર્ડના વિકાસ માટે 2019ના કાયદાનો અમલ કરો: શક્તિસિંહ ગોહિલ

ABOUT THE AUTHOR

...view details