ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Assembly Election 2022 : દાયકાઓથી ભાજપ જીતતો આવ્યો છે એવી ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના નવા સમીકરણો શું ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. જેમાં દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક (Bhavnagar East Assembly Seat) વિશે.

Gujarat Assembly Election 2022 : દાયકાઓથી ભાજપ જીતતો આવ્યો છે એવી ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના નવા સમીકરણો શું ?
Gujarat Assembly Election 2022 : દાયકાઓથી ભાજપ જીતતો આવ્યો છે એવી ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકના નવા સમીકરણો શું ?

By

Published : Apr 16, 2022, 6:00 AM IST

ભાવનગર - ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) ભણકારા વાગી રહ્યા છે. રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. કોના પત્તાં કપાશે તો કોણ ફાવી જશે એ તો સમયે બહાર આવશે. આ પહેલાં ભાવનગર પૂર્વ 104 વિધાનસભા બેઠકના (Bhavnagar East Assembly Seat) સમીકરણો અને ભૂતકાળના પરિણામો સાથે મતદારોનો મિજાજ કેવો છે તે જાણો. 104 પૂર્વ વિધાનસભા બેઠકનું ભૂતકાળ અને વર્તમાનકાળની વિગત મેળવો.

ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક -ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ETV BHARAT તમારા માટે છેલ્લી બે વર્ષની ચૂંટણીના સમીકરણો અને હાલની વર્તમાન સ્થિતિ વિષે માહિતી આપવા માટે વિધાનસભા બેઠકનું સરવૈયું પીરસી રહ્યું છે. ભાવનગરના પૂર્વની બેઠકના ઉમેદવારો અને મતદારો સહિતની વિગતો અહી તમને દર્શાવવામાં આવશે. ચાલો જાણીએ ભૂતકાળના અને વર્તમાનના રાજકીય વિશ્લેષણને (Assembly seat of Bhavnagar )આપણે જાણીએ કે આખરે શું છે સ્થિતિ ? અને બેઠકનું મહત્વ કેટલું ?

ભાવનગર પૂર્વ બેઠકની વિશેષતા

વિધાનસભા બેઠક ભાવનગર પૂર્વની વિશેષતા -ભાવનગરના પૂર્વ વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠકમાં (Bhavnagar East Assembly Seat) જોઈએ તો એરપોર્ટ, ઘોઘાસર્કલ,અકવાડા લેક સહિત યશવંતરાય નાટ્યગૃહ જેવા વિસ્તારો આવેલા છે. આ વિસ્તારમાં ખાસ કરીને નોકરિયાત, બિઝનેસમેન કક્ષાના લોકો વસે છે. આ વિસ્તારને ખાસ કરીને વિકાસશીલ ક્ષેત્ર તરીકે પણ ઓળખવા આવે છે. વાઘાવાડી રોડ હોય કે પછી રૂપાણી સર્કલ જ્યાં લોકો સાંજ પડે બાળકોને લઈને ટહેલવા જાય છે. હરવા ફરવાના અને ખાણીપીણીના બધા માધ્યમો અહીં આવેલા છે. આ બેઠક 1999થી ભાજપના પક્ષમાં રહી છે અને લોકો ભાજપને મત આપતા આવ્યા છે. અહીંં કોંગ્રેસે પોતાના ગમે તેવા ઉમેદવાર ઉતાર્યા તેને હાર જોવી પડી છે. આ વિસ્તારમાં કોળી સમાજનું તેમજ અન્ય સમાજનું પ્રભુત્વ હોવા છતાં ભાજપનો ભગવો લહેરાતો આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?

ભાવનગરપૂર્વ વિધાનસભા બેઠક પર સમાજનું પ્રભુત્વ અને અસર - ભાવનગરની પૂર્વની બેઠક હમેશા ભાજપની સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. વર્ષોથી વસતા લોકો અહીંં ભાજપ મત આપતા આવ્યા છે. આ બેઠક પર કોળી સમાજનું પહેલેથી પ્રભુત્વ રહેંલુ છે. ત્યાં બાદ પટેલ અને બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજનો ક્રમ આવે છે. મહેન્દ્ર ત્રિવેદી અહીંથી ભાજપને જીત અપાવ્યા બાદ વિભાવરીબેન દવે 2007થી સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસનો કોઈ મજબૂત નેતા વિભાવરીબેનને હરાવી શક્યો નથી. વિભાવરીબેનને હરાવવા માટે 2007 અને 2012માં બે વખત કોશિશ સીપીએમ નેતા અરુણ મહેતાએ કરેલી છે પણ મત મેળવવામાં સીપીએમ નેતા પણ પાછા રહ્યા છે. જો કે અરુણ મહેતા કરતા વધુ મત કોંગ્રેસ મેળવતી આવી છે.

2012 ઉમેદવાર જીત અને મતની ટકાવારી - ભાવનગરની પૂર્વની બેઠક (Bhavnagar East Assembly Seat) ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી આ ગઢ સલામત રહ્યો છે. 2012થી કેવો માહોલ હતો અને કેવી જીત મેળવવામાં સફળતા મેળવી છે તે જોઇએ. ઉમેદવાર પહેલા આપણેે બેઠકના મતદારો અને કેટલું મતદાન થયું તો જાણીએ તો આ બેઠક પર કુલ મતદારો - 2,11,832 હતાં. વિભાવરીબેનને કુલ મત 85,395 હતા જયારે કોંગ્રેસમાં રાજેશ જોશીને મત 45,867 મળ્યા હતાં. અરુણ મહેતા સીપીએમમાંથી ઉમેદવારી નોંધાવી માત્ર 5.149 મત મેળવી શક્યા હતાં. આમ 2012માં વિભાવરીબેને 39,508 મતે બેઠક જીતી લીધી હતી.

ભાવનગર પૂર્વ બેઠકની ડેમોગ્રાફી

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

2017માં હેટ્રિક અને મળ્યું પ્રધાન પદ-ભાવનગર પૂર્વની બેઠક પર હેટ્રિક મારવાની વિભાવરીબેન દવે (Vibhavariben Dave Seat)માટે ઉત્તમ તક (Gujarat Assembly Election 2017 )હતી. જેને માટે પૂરેપૂરું બળ લગાડ્યું હતું.આમ તો ભાજપનો ગઢ ગણાતી બેઠકમાં જીતનો વિશ્વાસ હતો પરંતુ વધુ લીડથી જીતવાની મહેચ્છાએ પ્રચાર પ્રસાર જોરશોરથી થયો હતો. 2017માં ભાજપમાં વિભાવરીબેન દવે અને કોંગ્રેસમાંથી નીતાબેન બાબુભાઈ રાઠોડ (Neetaben Rathod Seat) મેદાનમાં હતાં. કોંગ્રેસે મહિલા ઉમેદવાર અને કોળી સમાજમાંથી આવતા નીતાબેનને ટીકીટ આપી હતી.2017ના પરિણામ પહેલા જોઈએ કુલ મતદારો અને કોણે મળ્યા કેટલા મત. ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકમાં (Bhavnagar East Assembly Seat) મતદારો 2,43,497 નોંધાયેલા છે જેમાં પુરુષ મતદાર - 1,24,260 અને સ્ત્રી - 1,19,234 હતા. કુલ મતદાન 64.61 ટકા નોંધાયું હતું. જેમાં પુરુષ મતદાન કરનાર 88,116 ટકાવારી -67.29 જયારે સ્ત્રી મતદાન કરનાર 73,717 ટકાવારી - 61.83 હતી. કોળી સમાજના ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસના નીતાબેનને હારનો સામનો કરવો પડ્યો હતો. નીતાબેનને મળેલા કુલ મત 64,481 ટકાવારી -40.84 ટકા હતી. જયારે વિભાવરીબેનને મળેલા મત - 87,323 હતા એટલે કે વિભાવરીબેન દવે 22,000 જેવા મતોથી જીત્યા હતાં. જો કે આ માર્જિન 2012ની સરખામણીમાં ઓછું હતું. જીત બાદ રચાયેલી સરકારમાં વિભાવરીબેન દવેને શિક્ષણપ્રધાનનું પદ મળ્યું હતું જે આ બેઠક માટે પહેલું પદ હતું.

ગત ચૂંટણીની હાર અને જીત

ભાવનગર પૂર્વ બેઠક પર માગણી -ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠકમાં (Bhavnagar East Assembly Seat) આમ જોઈએ તો લોકોમાં કંસારા મુદ્દે માગો રહી છે. કંસારા શુદ્ધિકરણની વાતો વર્ષોથી થઈ રહી છે. હાલમાં પણ કંસારા શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ બનાવવા કામગીરી ધરવામાં આવી છે. જો કે આ વિસ્તારમાં બીજી માગ ભરતનગર ત્રણ માળિયા ખંડેર થયા હોઇ તે નવા આવાસ માટેની ઉઠતી આવી છે. હાલમાં કંસારા શુદ્ધિકરણમાં કંસારા કાંઠે વસતા લોકોના મકાનો કપાતમાં આવતા વળતર અને આવાસની માંગો ઉઠી છે. એરપોર્ટ આ વિસ્તારમાં હોવાથી શહેર માટે ફલાઇટ આપવા પણ માગ ઉઠતી રહી છે.

ભાવનગર પૂર્વ બેઠકના મતદારોની માગણી

ભાવનગર પૂર્વ બેઠકમાં રાજકીય સમીકરણો અને શું હાલની સ્થિતિ- ભાવનગર શહેરના પૂર્વ બેઠકમાં (Bhavnagar East Assembly Seat) રાજકીય પરિસ્થિતિ જોઈએ તો ભાજપનો ગઢ છે. પરંતુ ત્રણ વખત હેટ્રિક માર્યા બાદ હાલની પરિસ્થિતિ પ્રમાણે અનુમાન કરવામાં આવે તો વિભાવરીબેનનેટીકીટ આપવામાં ન પણ (Gujarat Assembly Election 2022) આવે. જો કે વિભાવરીબેનની જગ્યાએ બીજી વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેની પાછળનું કારણ ભાજપનો માનવામાં આવતો ગઢ છે. કોંગ્રેસ માટે જો ભાજપા ઉમેદવાર બદલે તો હાલના મોંઘવારી, કોરોના જેવા મુદ્દાઓને પગલે મજબૂત ઉમેદવાર મૂકવામાં આવે તો જીતવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ ભાજપના હિન્દુત્વના મુદ્દા સામે અન્ય રાજ્યો ચૂંટણીના પરિણામો જોતાં તેવું લાગે છે કે પ્રજાનો મત હિન્દુત્વ પર છે. જ્યાં મોંઘવારી ક્યાંય દેખાતી નથી.પરંતુ જોવાનું એ રહેશે કે આખરે બંને પક્ષોનું આવનારી ચૂંટણીમાં મુદ્દા અને ઉમેદવાર કોણ રહેશે.

ABOUT THE AUTHOR

...view details