- જર્જરિત હાલતમાં સરકારી ઇમારત
- સરકારી તંત્રના આંખ આડા કાન
- ભાવનગરની મહાનગરપાલિકાની બહુમાળી
- બહુમાળીમાં રિપરિંગ શરૂ કર્યું પણ હજુ પડે છે ગાબડા
ભાવનગર: ખાનગી તો ઠીક સરકાર પોતાની જર્જરિત ઇમારતો (Government building in dilapidated condition)ના નિકાલ માટે પણ કોઈ પગલાં ભરતી નથી. કર્મચારીઓ ભયના ઓથાર નીચે નોકરી કરી રહ્યા છે, પણ હિંમત કોઈની નથી કે સરકારમાં જાણ કરે કે પછી તેનો નિવેડો લાવે ત્યારે, ETV BHARATએ કોણ સારવાર માટે જવાબદાર જાણવા કોશિશ કરી હતી. જાણીએ શુ જવાબો મળ્યા.
ભાવનગર મહાનગરપાલિકાએ કેટલાને આપી નોટિસ અને શું સ્થિતિ?
ભાવનગર શહેરમાં અનેક બિલ્ડીંગ એટલે કે ઇમારતો છે, જે જર્જરિત હાલતમાં છે જેને પાડવી પડે અથવા રીપેરીંગ કરવું પડે. પરંતુ ના ખાનગીમાં કોઈ પગલાં ભરવામાં આવે છે, કે ના કોઈ સરકારી બિલ્ડિંગમાં પગલાં ભરવામાં આવે છે. પ્રજાની સુરક્ષા હેતુ મહાનગરપાલિકા રહી રહીને જાગીને ખુદ પોતાની બિલ્ડીંગ જર્જરિત હોવાથી 25 લાખના ખર્ચે રીપેરીંગ કરાવી રહી છે. ગત વર્ષે મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation)એ 198 નોટિસો આપી હતી જ્યારે આ ચાલુ વર્ષમાં 73 નોટિસો આપવામાં આવી છે. હાલ સુધીમાં 27 ઇમારતો ઉતરાવી લેવામાં આવી છે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા (Standing committee chairman dhiru dhameliya)એ જણાવ્યું હતું કે, રહેણાંકી વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાની ખાનગી કે રાજ્ય સરકારની જર્જરિત ઇમારત હોઈ અને જાનહાનીની શક્યતા હોય તો તેને ઉતરાવી લેવા નોટિસો આપતા હોય છીએ. કલેકટર કક્ષાની ઇમારતો હોય તો તેને આર એન્ડ બી વિભાગ દ્વારા કાર્યવાહી થતી હોય છે, પણ વધુ જોખમી હોય તો મહાનગરપાલિકા કક્ષાએથી પણ નોટિસો અપાય છે.