ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્વચ્છ ભારત અભિયાન માત્ર નારો ? શિક્ષણપ્રધાનના શહેરની શિક્ષણ સમિતિના દરવાજે અખંડ કચરાના ઢગલા

ભાવનગરની શિક્ષણ સમિતિની (Bhavnagar Education Committee) કચેરી બહાર વર્ષોથી કચરો યથાવત રહે છે. પચ્ચીસ વર્ષના શાસનમાં ભાજપ (Garbage Heaps in Bhavnagar) સમસ્યા દૂર કરી શક્યું નથી. હવે પ્રશ્ન એ છે કે શિક્ષણપ્રધાનું શહેર હોવા છતાં નજર (Swachh Bharat Abhiyan) સુદ્ધા થતી નથી. જુઓ શુ સમસ્યા.

સ્વચ્છ ભારત અભિયાન માત્ર નારો ? શિક્ષણપ્રધાનના શહેરની શિક્ષણ સમિતિના દરવાજે અખંડ કચરાના ઢગલા
સ્વચ્છ ભારત અભિયાન માત્ર નારો ? શિક્ષણપ્રધાનના શહેરની શિક્ષણ સમિતિના દરવાજે અખંડ કચરાના ઢગલા

By

Published : Jun 3, 2022, 3:16 PM IST

ભાવનગર : સ્વચ્છતા માટે વડાપ્રધાન દેશને (Swachh Bharat Abhiyan) સંબોધતા રહ્યા છે. છતાં તેની અસર હજુ પણ ક્યાંક સત્તા વાહકો તો પ્રજામાં જોવા મળતી નથી, ત્યારે ગુજરાતના શિક્ષણપ્રધાન પૂર્વના અને હાલના ભાવનગરના હોવા છતાં મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની કચેરીની બહાર અખંડ 20 વર્ષ કરતા વધુ સમયથી કચરાના ઢગ યથાવત રહ્યો છે. વિપક્ષે પ્રહાર કર્યો છે કે, શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકા બચાવ કરી રહ્યા છે. સવાલ એક જ છે વર્ષે 1 કરોડ કચરો ઘરે ઘરે ઉપાડવા મહાનગરપાલિકા ખર્ચતી હોય તો લોકો રસ્તા પર કચરો કેમ નાખે છે ? જુઓ રાજકીય જવાબો.

ભાવનગરમાં કચરાને લઈને રામાયણ

"વાતો મોટી મોટી સમસ્યાઓ ત્યાંની ત્યાં" -ભાવનગર નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની કચેરીમાં 55 શાળાઓમાં 22 હજાર વિદ્યાર્થીઓ છે. જેમને સ્વચ્છતાના પાઠ પણ ભણાવવામાં આવે છે. હવે જુઓ શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી નવાપરા વિસ્તારમાં આવેલી છે. આ કચેરીમાં પ્રવેશતા પહેલા દુર્ગંધ, ગાયો અને કચરામાં પગ મૂકીને પ્રવેશ કરવો પડે છે. શિક્ષણ સમિતિની કચેરી છે કે કચરા ઘર આવો સવાલ જરૂર થાય છે. અફસોસની વાત એક જ છે કે આ સમસ્યા 20 વર્ષથી છે. એક બે દિવસ માટે હલ થાય પછી ફરી તેની તે સ્થિતિમાં આવી જાય છે. શિક્ષણ સમિતિના સભ્ય પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, વાતો કરતા આવડે છે ભાજપના લોકોને બાકી 20 વર્ષથી કચરાના ઢગમાં રહેતી શિક્ષણ સમિતિની બહાર કચરો (Garbage Heaps in Bhavnagar) દૂર ન થાય તો આપણે બાળકોને સ્વચ્છતાના પાઠ ભણાવવા ના જોઈએ.

આ પણ વાંચો :Garbage Heaps In Kankaria Ahmedabad: ઘૂમા-કાંકરિયામાં આવેલા કચરાના ઢગલા દૂર કરવા આદેશ, રિવરફ્રન્ટ પર બંધ CCTV કેમેરા ચાલું કરાશે

કચરોને લઈને શિક્ષણ સમિતિ -ભાવનગરની શિક્ષણ સમિતિની બહાર (Bhavnagar Education Committee) થતો કચરો આસપાસના લોકો ફેંકી જાય છે. જો તેવું હોય તો મહાનગરપાલિકાની ઘરે ઘરે કચરો ઉપાડવાની વ્યવસ્થા શુ ફેલ છે ? આ સવાલ જરૂર ઉભો થાય છે. શિક્ષણ સમિતિમાં અનેક ચેરમેનો બદલાઈ ગયા પણ આ કચરાની સમસ્યા ગઈ નહિ કેમ ? કારણ કે આ જ રાજકારણ છે. હાલના ચેરમેન શિશિર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારી કચેરી આવી છે તે વિસ્તારમાં અશિક્ષિત અને અસામાજિક તત્વોનો ત્રાસ છે. જેથી વાહનો આડેધડ પાર્કિંગ કરવા અને કચરો નાખવામાં આવે છે. સ્વચ્છતામાં સમાજનો પણ ભાગ હોવો જોઈએ અમે ત્યાંના રહીશોની સાથે સંવાદ કરવા છતાં ત્યાં પરિસ્થિતિ બદલાઈ નથી, અમે રજૂઆતો પણ કરેલી છે. જોકે, ટૂંક સમયમાં અમારી કચેરી પણ બદલાઈ રહી છે.

આ પણ વાંચો :જોખમ: અમદાવાદના નારોલ રોડ ઉપર કચરાનો ઢગલો સળગાવાયો

સમિતિનો કચરા બાબતે બચાવ - મહાનગરપાલિકા વર્ષે 1 કરોડ કરતાં વધુ ખર્ચ ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે કરે છે. ઘરે ઘરે ટેમ્પલ બેલ કચરો લેવા જાય છે, છતાં શિક્ષણ સમિતિની કચેરીના આસપાસના લોકો ત્યાં કચરો નાખે છે. જે દર્શાવે છે કે ટેમ્પલ બેલ વ્યવસ્થા આ વિસ્તારમાં સેવા આપતું નથી. જોકે, બચાવમાં મહાનગરપાલિકાના ચેરમેને જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિ (Swachh Bharat Abhiyan in Bhavnagar) જુના ગામતળ વિસ્તારમાં, આસપાસમાં સાંકડા રસ્તા, અને લોકોની જૂની આદત જાહેરમાં કચરો નાખવાની હોય છે. મહાનગરપાલિકાએ અગાઉ સખી મંડળની બહેનોને રોજગારી આપવાના હેતુથી કચરાના આ પ્રકારના પોઇન્ટ પર બેસાડી દંડ લેવાની કાર્યવાહી મહાનગરપાલિકાએ કરાવેલી હતી. શિક્ષણ સમિતિ બહાર કચરો નાખવાનું બંધ થઈ ગયું હતું. જો કચરો નાખવામાં આવતો હશે તો CCTV ગોઠવી કડક કાર્યવાહી કરવામાં આવશે આ ચેરમેને કહ્યું..! પરંતુ, ત્યાં CCTV પણ છે છતાં કાર્યવાહીના નામે મીંડું છે.

ABOUT THE AUTHOR

...view details