- પાર્કિંગ બાબતે EX આર્મીમેનનું ફાયરિંગ
- પાડોશી સાથે માથાકૂટ થતાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ
- પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હથિયાર કર્યા કબ્જે
- બનાવને લઈને નોંધાઇ EX આર્મીમેન સામે પોલીસ ફરિયાદ
- પાર્કિંગ બાબતે માથાકૂટ અને બાદમાં ફાયરિંગ
ભાવનગર: જિલ્લાના છેવાડે આવેલા અધેવાડા ગામે આવેલા શિવેશ્વર સોસાયટીમાં કોમન પ્લોટમાં વાહન પાર્કિંગ કરતાં નિવૃત આર્મીના જવાન લાલુભાઈ ડાભી સાથે છગનભાઇ ભટ્ટ નામના શખ્સ સાથે બોલાચાલી થતાં ગુસ્સા પરનો કાબૂ ગુમાવી નિવૃત આર્મી જવાને તેની પાસે રહેલી ગનમાંથી હવામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સિટી DySP સફીન હસન, ભરતનગર પોલીસ મથકના PI યાદવ તથા LCB સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
પાડોશી સાથે માથાકૂટ થતાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ આ પણ વાંચો: વટવા ફાયરિંગ મામલે નવો વળાંક, પિસ્તોલની ટ્રાયલ લેવા જતા હત્યા
બનાવ બાદ નોંધાઇ પોલીસ ફરિયાદ
DySP સફિન હસને જણાવ્યું હતું કે, અધેવાડા ગામે આવેલી શિવેશ્વર સોસાયટીમાં ફાયરિંગની ઘટના બની છે. એક જ સોસાયટીમાં રહેતા નિવૃત આર્મીમેન અને તેના પાડોશી બન્ને વચ્ચે સોસાયટીની જગ્યાએ બાબતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા નિવૃત આર્મીમેને પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે તાત્કાલિક હથિયારો અને આરોપીને કબ્જે કરી ફરિયાદ નોંધી હતી.
આ પણ વાંચો: કાછોલી ગામની આંબાવાડીમાં કેરી ચોરી બાદ થયેલી જૂથ અથડામણમાં DySP ઈજાગ્રસ્ત
શું બન્યો હતો પાર્કિંગનો બનાવ
ભાવનગર શિવેશ્વર સોસાયટીમાં રહેતા છગનભાઇ ભટ્ટ ઘરની બહાર કરિયાણાની દુકાન ધરાવે છે. ગઈકાલે 28 તારીખે 11 વાગ્યા આસપાસ માલસામાન લઈ આવ્યા બાદ કોમન પ્લોટમાં આવેલા વૃક્ષ નીચે પોતાનું હોન્ડા પાર્ક કર્યા બાદ બાજુમાં રહેતા EX આર્મીમેન લાલજીભાઈ ડાભી અને તેમના પત્ની આવીને બોલાચાલી પાર્કિંગ બાબતે કરવા લાગ્યા એવામાં ઉશ્કેરાયેલા આર્મીમેનએ પોતાના ખીચ્ચામાંથી રિવોલ્વર કાઢીને છગનભાઇના છાતીના ભાગે રાખી હતી અને એવામાં ફાયરિંગ કરતા તેઓ હટી જતા ગોળી સીધી જતી રહી હતી. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી તેમ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.