- દિવાળીના દિવસે જાહેરમાં ફટાકડા જોખમી રીતે ફોડતા વિડીયો વાયરલ
- વિડીયો ધ્યાને આવતા પોલીસ ફરિયાદી બની પગલાં લીધા
- આરોપીઓ સામે ગુનો નોંધાયો, 6 માસની સજાની જોગવાઈ
ભાવનગર શહેરમાં દિવાળીના દિવસે શિવાજી સર્કલ પર રાત્રે 8 કલાકથી લઈને 10 કલાક વચ્ચે કેટલાક યુવાનો દ્વારા ફટાકડા ફોડવામાં આવતા હતાં. ફટાકડા જાહેર રસ્તામાં ફોડવામાં આવતા હતાં. તેમાં એક શખ્સ દ્વારા ફટાકડાની ( Firecrackers ) લેેર હાથમાં લઈને ગોળ ગોળ ફેરવતા રસ્તા ઉપર નીકળતા રાહદારીઓના જીવ જોખમાય તે રીતે ફટાકડા ફોડતા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં Bhavnagar Police એ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે કઇ કલમ હેઠળ ગુનો નોંધ્યો?
ભાવનગરમાં સોશિયલ સેકટરમાં સ્ટેટસમાં વિડીયો પોલીસે ( Bhavnagar Police ) નિહાળતા તેની તપાસ કરવા અને વીડીયોની ગંભીરતા ધ્યાને લઇ સીસીટીવી જોતા પાંચ યુવાનો આ કૃત્ય કરતા નજરે ચડયા હતાં. જેથી ઘોઘારોડ પોલીસસ્ટેશનના પીઆઇ બી એ ચુડાસમાએ ઇ.પી.કો. કલમ-285, 286, 114, 188 મુજબ ગુનો નોંધ્યો હતો. ઘોઘાજકાતનાકા વિસ્તારના આરોપીઓમાં વિશાલ ઉર્ફે હોઠ કાપલો રમેશભાઇ સોલંકી તથા આશિષ રણજીતભાઇ મકવાણા તથા રાહુલ ઉર્ફે ગીટ્ટી ભરતભાઇ સોલંકી તથા સંજયભાઇ નાનુભાઇ મકવાણાને પકડી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે વધુ એક શખ્સ આરોપી હરપાલ ઉર્ફે હરૂ મહીપતસિંહ ગોહિલને પકડવા ચક્રગતિમાન કર્યા હતાં.
જાહેરમાં ફટાકડા ફોડતાં શું સજાની જોગવાઈ