ગુજરાત

gujarat

ETV Bharat / city

પરિશ્રમનું પરિણામ- 13 ગામના ખેડૂતોએ જાત મહેનતથી બનાવેલા મેથળા બંધારામાં પાણી ભરાતા ખેડૂતો લઇ રહ્યા છે મબલખ પાક

ભાવનગર(bhavnagar)ના મહુવા પંથકના ખેડૂતોને ક્રાંતિકારી વિચાર આવ્યો હતો. જેમાં 13 ગામના ખેડૂતોએ કોઈપણ સરકારી સહાય વગર જાત મહેનત કરી મેથળા બંધારો બનાવ્યો હતો. જેના મીઠા ફળ અહીંના ખેડૂતો(farmer) આજે મેળવી રહ્યા છે.

પરિશ્રમનું પરિણામ
પરિશ્રમનું પરિણામ

By

Published : Jul 23, 2021, 1:03 PM IST

  • વરસાદી પાણી દરિયામાં વહી જતા જમીન તળ ખારુ થઇ જતું હતું
  • ખારા પાણીની ખેતી પર માઠી અસર પડી હતી
  • લોકોને રોજીરોટી કમાવા મજૂરી કરવા જવું પડતું હતું

ભાવનગર- મહુવા (mahuva)પંથકમાં એક સમયે વરસાદી પાણી દરિયામાં વહી જતા અને અહીંનું જમીન તળ પણ ખારું થઈ જતા આ વિસ્તારની ખેતી પર માઠી અસર પડી હતી, એટલે અહીંના લોકોને રોજીરોટી કમાવા મજૂરી કામ કરવા જવું પડતું હતું અને બાળકોનો અભ્યાસ પણ બગડતો હતો.

પરિશ્રમનું પરિણામ

આ પણ વાંચો- કચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી

બંધારામાં 750 mt પાણી ભરાયેલું મીઠા પાણીનું સરોવર છે

દર વર્ષે પડતી મૂશ્કેલીના કારણે 4 વર્ષ પહેલાં અહીંના 13 ગામના ખેડૂતોને એક વિચાર સુજયો કે બગડ નદીનું મીઠું પાણી જો દરિયામાં જતું અટકાવાય તો પાણીની સમસ્યા દૂર થઈ શકે અને સરકાર સહાય આપવામાં ગલ્લા તલ્લા કરતી હોવાથી જાતો પાત મહેનત કરી, ખર્ચ માટે લોકફાળો તેમજ યથા યોગ્ય ફાળો લાવી બંધારો બાંધવાનો નિર્ણય લઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ બે હજારથી વધુ શ્રમિકોએ દિવસ-રાત જોયા વગર બંધારાનું કામ પૂર્ણ કરી આજે આ બંધારામાં 750 mt પાણી ભરાયેલું મીઠા પાણીનું સરોવર છે.

પરિશ્રમનું પરિણામ

ખેડૂતો પોતાની ઉપજાવ જમીનમાં ખેતીના કામે લાગી ગયા છે

હાલ આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થઈ છે, કુવાના તળ ઉંચા આવ્યા છે. જમીનમાં ખારાશ ઓછી થઈ છે, સાથે લગભગ 4000 હેક્ટરમાં ખેડૂતો(farmer) પિયતમાં પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે અહીંના ખેડૂતો પોતાની ઉપજાવ જમીનમાં ખેતીના કામે લાગી ગયા છે અને અન્યત્ર મજૂરીએ જવાનું પણ બંધ કર્યું છે.

પરિશ્રમનું પરિણામ

આ પણ વાંચો- વલસાડમાં વરસાદ પાછો ખેંચાતા ખેતી માટે ખેડૂતો શોધી રહ્યા છે વૈકલ્પિક રસ્તા

મેથળા બંધારાના કારણે ખેડૂતોને ઉત્પાદન સારુ મળી રહ્યું છે

અહીં ઘઉં, બાજરો, જુવાર, ડાંગર, એરંડા, ડુંગળી, પપૈયા સહિતના વાવેતરો થઈ રહ્યા છે અને ખેડૂતો(farmer)ને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે. જેનું કારણ ખેડૂતોની મહેનતથી બંધાયેલો મેથળા બંધારો છે, તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

ABOUT THE AUTHOR

...view details