- ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ બંધ રહેશે
- ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજની પરીક્ષા ડિસેમ્બરમાં યોજાશે
- ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ આપી માહિતી
ભાવનગર : કોરોના મહામારી વચ્ચે ફરી કરફ્યૂ લાગુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શિક્ષણને વેગવંતુ બનાવવાની પહેલ પહેલા સરકારને શાળા-કોલેજ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ભાવનગર યુનિવર્સિટીએ કોલેજ બંધ રાખી છે, પણ આગામી પરીક્ષા માટેનું માળખું તૈયાર કરી લીધું છે.
ભાવનગર યુનિવર્સિટીમાં શિક્ષણ હવે ઓનલાઇન, ડિસેમ્બરમાં યોજાશે પરીક્ષા ભાવનગર યુનિવર્સિટીની કોલેજ બંધ, ઓનલાઇન ભણતર શરૂ
ભાવનગર યુનિવર્સિટીએ સરકારના આદેશ બાદ કોલેજ ખોલવાનું મોકૂફ રાખ્યું છે. યુનિવર્સીટીએ કોરોના ફરી માથું ઊંચકતા કોલેજ બંધ કરી ફરી ઓનલાઇન શિક્ષણ 23 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. જોકે, 23 તારીખે યુનિવર્સિટી સ્નાતકના છેલ્લા વર્ષના વર્ગો અને અનુસ્નાતકના વર્ગો ખોલવા જઈ રહી હતી, પણ અચાનક રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા હવે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.
ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષા ક્યારે યોજાશે અને તેમાં શું હશે ફેરફાર
ભાવનગર યુનિવર્સિટી કોલેજ તો નથી ખોલવાની પણ બાકી છે તેવા દરેક વિભાગની પરીક્ષાઓનું ચોક્કસથી આયોજન કરવા જઈ રહી છે. B.Ed સહિત CA વગેરેની પરીક્ષાઓ યોજાવાની છે. ત્યારે યુનિવર્સિટીની યોજાનારી પરીક્ષા હવે 7 ડિસેમ્બરના રોજ યોજાવાની છે. પરીક્ષાની પેપર સ્ટાઇલ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પેપર 70 માર્કના માત્ર 4 સવાલો પૈકી 3ના જવાબ જ આપવાના રહેશે. તેમજ એક પેપર માટે દોઢ કલાકનો સમય રહેશે.
ભાવનગર યુનિવર્સિટીના કુલપતિએ આપી માહિતી 24,272 વિદ્યાર્થીઓ 18 સેન્ટર પર આપશે પરીક્ષા
ભાવનગર યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 24,272 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લાના કુલ 18 સેન્ટરમાં આ પરીક્ષા યોજાશે. આ સાથે જે કોઈ જિલ્લાના વિદ્યાર્થીને પોતાના તાલુકા અથવા નજીકના સેન્ટર પર ફેરફાર કરવો હોય તો પણ હોલ ટિકિટ બતાવીને કરવી શકે, તેવી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓને પણ હોલ ટિકિટથી પરીક્ષામાં હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.