ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરના શિક્ષકે બનાવી E- Bike : GPS વગર વાહનનું લોકેશન જાણી શકાય તેના પર કામ શરૂ - knowing the location of the vehicle without GPS

ભાવનગરમાં કોરોનાકાળમાં અનેક લોકોની આર્થિક,શારીરિક અને માનસિક પરિસ્થિતિને સીધી અસર થવા પામી છે. ત્યારે ભાવનગરના એક બ્રાહ્મણ શિક્ષક યુવકે પોતાની કળાને માધ્યમ બનાવી આર્થિક સંકડામણમાં બહાર લાવવાની કોશિશ કરી ઇલેક્ટ્રિક બાઇક બનાવ્યું છે. તેમાં પણ અનોખી GPS વગરની સિસ્ટમ બેસાડવાની તૈયારીમાં છે.

ભાવનગરના શિક્ષકે બનાવી E- Bike : GPS વગર વાહનનું લોકેશન જાણી શકાય તેના પર કામ શરૂ
ભાવનગરના શિક્ષકે બનાવી E- Bike : GPS વગર વાહનનું લોકેશન જાણી શકાય તેના પર કામ શરૂ

By

Published : Aug 3, 2021, 11:09 PM IST

  • ભાવનગરના બ્રાહ્મણ શિક્ષક યુવકે બનાવી જૂની બાઈકમાંથી e-bike
  • Lithium -Iou બેટરીની મારફતથી બાઇકને ચલાવી શકાય છે
  • બેટરી મારફત મળે છે બાઇકમાં 150 km સુધીની એવરેજ


    ભાવનગરઃ "મન હોય તો માળવે જવાય" મતલબ જે ક્ષેત્રના તમને રસ અને રુચિ છે તેવા ક્ષેત્રમાં પગ મુકો એટલે સફળતા જરૂર મળે છે. ભાવનગરના બ્રાહ્મણ શિક્ષક યુવક હિમાંશુભાઈએ આર્થિક સંકડામણમાં પોતાની રુચિના ક્ષેત્રમાં રોજગારી શોધી અને આગળ વધી સફળતા મેળવી છે. E-BIKE બનાવ્યા બાદ હવે હિમાંશુભાઈ આગામી દિવસોમાં તેમના મત મુજબ GPS વગર વાહન ક્યાંય પણ હોય તેનું LOCATION કેમ જાણી શકાય તેના માટે મહેનત કરી રહ્યાં છે.

    બ્રાહ્મણ શિક્ષક યુવકને લોકોને ઉપયોગી સાઈડ બિઝનેસ શોધ્યો

    ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં શહેર ફરતી સડક એટલે રિંગ રોડ પાસે આવેલી બરસાના સોસાયટીમાં રહેતા બ્રાહ્મણ શિક્ષક યુવક ક્રાઈસ્ટ શાળામાં ફરજ બજાવે છે. પરંતુ કોરોના કાળમાં સૌની હાલત જેવી હાલત મધ્યમ વર્ગના વ્યક્તિ જેવી હિમાંશુભાઈ વ્યાસની પણ થઈ છે. પિતાની છત્રછાયા સાત વર્ષ પહેલા ગુમાવી ચૂકેલા હિમાંશુભાઈ તેમની માતા,પત્ની અને બહેન સાથે રહે છે. કોરોનાકાળમાં પગાર અડધો થવાથી આર્થિક સંકડામણ વધી ગઈ અને બીજો કોઈ વ્યવસાયનો આધાર લેવાની ફરજ હિમાંશુભાઈને પડી હતી. આથી તેમણે પોતાની રુચિ અને આવડતવાળા ક્ષેત્રમાં પગલાં માંડ્યા છે.


    હિમાંશુભાઈએ શુ બનાવ્યું

    ભાવનગરના હિમાંશુભાઈ શિક્ષક છે પણ કોરોનાકાળમાં પગાર કપાયા બાદ તેમણે પોતાની કળાને પોતાના મનપસંદ ક્ષેત્રમાં ઉતારી છે. હિમાંશુભાઈએ પોતાના પિતાની પડતર બાઈકને ઇલેક્ટ્રિક બાઇક બનાવવાનું શરૂ કર્યું છે. લીથીયમ આઇઓન (Lithium - ion) બેટરી દ્વારા બાઇક - કાર બનાવવાનો પણ પ્રારંભ કર્યો છે. જો કે હાલમાં હિમાંશુભાઈએ e- bike બનાવી છે. 100 રૂપિયા પેટ્રોલના ભાવ સામે ઇલેક્ટ્રિક બાઇક ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે. બેટરી ચાર્જ કર્યા બાદ 150 km આરામથી બાઇક ચાલે છે. જૂની કોઈ પણ બાઇકમાં આશરે 25 થી 30 હજાર જેવો ખર્ચ કરવાથી e- bike માં તબદિલ થઈ જાય છે

આ પણ વાંચોઃ પુસ્તકો ભંગારમાં આપવાના મામલે પાલીતાણા સરકારી શાળાના આચાર્યને કરાયા સસ્પેન્ડ

GPS વગર કાર બાઈકનું location જાણી શકાય તેવી system તરફ

ભાવનગર શહેરમાં હિમાંશુભાઈ સામાન્ય શિક્ષક છે. ખાનગી શાળામાં ફરજ બજાવે છે પણ પોતાની પાસે રહેલી આવડત અને કામ કરવાની ધગશે તેમને આજના દરેક લોકોની જરૂરિયાત એવી e- bike અને e - car માટે પોતાની કોઠાસૂઝ અને શિક્ષણની મદદથી મહેનત કરીને આગળ વધવાની કોશિશ કરી છે. e-bike અને e- car બનાવવા સાથે હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે ટેસ્લા જેવી કંપનીની ઇલેક્ટ્રિક કારમાં GPS વગર કાર ક્યાં છે તે જાણી શકાય છે. તેવી ટેકનોલોજી તેમના દિમાગમાં છે અને હાલ તેઓ E-BIKE માં ગોઠવવા પ્રયાસ કરી રહ્યા છે. હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા વાહનનું લોકેશન જાણી શકાય છે. હિમાંશુભાઈ એક Circuit બનાવી રહ્યાં છે જે ખાસ Location જાણવા માટે હશે. આમ હિમાંશુભાઈનું માનવું છે કોઈ પણ સ્થિતિમાં મન અડગ રાખીને તમને ગમતાં ક્ષેત્રમાં આગળ વધો તો સફળતા જરૂર મળે છે.

આ પણ વાંચોઃ bogus billing: ભાવનગર કોર્ટે બોગસ બિલિંગમાં પકડાયેલા અપરાધીઓના રિમાન્ડ મંજુર કર્યા

ABOUT THE AUTHOR

...view details