ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરમાં પીરછલ્લામાં સમારકામ હેઠળના મકાનનો સ્લેબ મકાનમાલિક પર જ પડતા મોત - મકાનનો સ્લેબ પડતા મકાનમાલિક દટાયા

ભાવનગર શહેરના પીરછલ્લા શેરીમાં બાળકો અને મહિલાઓના કપડાંથી લઈને શ્રૃંગારની ચીજવસ્તુઓ મળે છે. તેના કારણે આ શેરી હંમેશા ભરચક રહેતી હોય છે. તેવામાં ગુરુવારે ઢળતી સાંજે પીરછલ્લાના કૂવાવાળા ખાંચામાં નવીનીકરણ થતા એક મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. તેના કારણે મકાનમાલિક જ દબાઈ ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું. ફાયર વિભાગે તેમને 4 કલાકની મહેનત પછી મકાનમાલિકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

ભાવનગરમાં પીરછલ્લામાં સમારકામ હેઠળના મકાનનો સ્લેબ મકાનમાલિક પર જ પડતા મોત
ભાવનગરમાં પીરછલ્લામાં સમારકામ હેઠળના મકાનનો સ્લેબ મકાનમાલિક પર જ પડતા મોત

By

Published : Oct 29, 2021, 8:34 AM IST

  • ભાવનગરમાં ફરી જૂનવાણી મકાનનું નવીનીકરણ કરતા સમયે મકાનનો સ્લેબ તૂટ્યો
  • પીરછલ્લા શેરીમાં ભરચક વિતારમાં શમી સાંજે સ્લેબ તૂટવાની બની ઘટના
  • સ્લેબ પડતા મકાન માલિક પોતે પોતાના મકાનમાં અને થયું મૃત્યુ
  • ફાયર વિભાગે મકાનમાલિકનો મૃતદેહ 4 કલાક બાદ બહાર કાઢ્યો

ભાવનગરઃ શહેરના પીરછલ્લા શેરીમાં નવીનીકરણ ચાલતા એક મકાનનો સ્લેબ અચાનક જ તૂટી પડ્યો હતો, જેના કારણે મકાનમાલિક જ તેની નીચે દબાઈ ગયા હતા. જોકે, ફાયર વિભાગે ચાર કલાકની મહેનત પછી મકાનમાલિકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આપને જણાવી દઈએ કે, બાળકો અને મહિલાઓના કપડાંથી લઈને દરેક શ્રૃંગારની ચીજવસ્તુઓ અહીં મળતી હોવાથી આ શેરીમાં હંમેશા ભીડ રહેતી હોય છે.

આ પણ વાંચો-સુરતમાં મજૂરા ફાયર સ્ટેશનનો કોરોનાના કારણે અટકી ગયેલો બાકીનો ભાગ પત્તાની જેમ ધરાશાયી થયો

સ્લેબ પડતા મકાનમાલિકનો જ ભોગ લેવાયો

ભાવનગરના જૂના શહેરી વિસ્તારમાં જૂના મકાનો આવેલા છે. આવા જૂના મકાનો વારંવાર ધરાશાયી થવાના કિસ્સા બનેલા છે. શહેરના મુખ્ય બજારમાં પીરછલ્લા શેરીમાં આવેલું એક જૂનું મકાન ફરી નવીનીકરણ થઈ રહ્યું હતું. તેવા સમયે ગુરુવારની ઢળતી સાંજે મકાન અચાનક ધરાશાયી થતા મકાન માલિકનો ભોગ લેવાઈ ગયો છે.

આ પણ વાંચો-જોતજોતામાં જ પાંચ માળનું એપાર્ટમેન્ટ થયું ધરાશાયી, જૂઓ વીડિયો...

પીરછલ્લા જેવા ગીચ ભરચક વિસ્તારમાં મકાન ધરાશાયી

ભાવનગર શહેરની મુખ્યબજાર એટલે વોરા બજાર અને પીરછલ્લા એટલે સ્ત્રીઓની ચીજવસ્તુઓની બજાર કે સાંકળી અને ભીડથી ભરેલી હોય છે. તેવામાં આવેલું કૂવાવાળા ખાંચામાં મકાન ગુરુવાર સાંજે 28 તારીખે ધરાશાયી થયું હતું. અચાનક 3 માળનું મકાન ધરાશાયી થતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. લોકો સ્થળે જોવા જતા ત્રણ માલમાં ચાલતા નવીનીકરણ કામ હેઠળ તૈયાર થયેલો સિમેન્ટ કોંક્રિટનો સ્લેબ ધારાશાયી થયો હતો. ધૂળની ઉડેલી ડમરી વચ્ચે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મકાનમાં કોઈ દબાયું હોવાના પ્રાથમિક અહેવાલ સાંજના સમયે રાત્રિ થતા કાટમાળમાં શોધખોળ ફાયર વિભાગે ચાલુ કરી હતી.

ભાવનગરમાં ફરી જૂનવાણી મકાનનું નવીનીકરણ કરતા સમયે મકાનનો સ્લેબ તૂટ્યો

નવીનીકરણ થતા જૂનવાણી મકાને કોનો લીધો જીવ ક્યારે મળ્યો મૃતદેહ

પીરછલ્લા શેરી સાંકળી હોવા છતાં ફાયર વિભાગ અને તેની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિકોએ કાટમાળમાં કોણ દટાયુ તેની શોધખોળ આદરી હતી. આ મકાન કૂવાવાળા ખાંચામાં રહેતા કાંતિભાઈ મનસુખભાઇ લંગાળિયા (ઉં.વ. 75) નવીનીકરણ થતા તેમના મકાનમાં જ હોઈ અને સાંજના સમયે રિપેરીંગ દરમ્યાન મકાનનો સિમેન્ટ કોંક્રિટનો સ્લેબ તૂટી પડતા તેઓ દટાઈ ગયા હતા. માહિતીના આધારે ફાયર બ્રિગેડના જવાનોએ મહામહેનતે 4 કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. કાંતિભાઈના મૃતદેહને સર રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details