ગુજરાત

gujarat

ETV Bharat / city

એકાંકી નાટકને પુનઃજીવિત કરનારા ભાવનગરના વિનોદ અમલાણીને શિષ્યો અને ચાહકોએ આપી સ્મરણાંજલિ

જૂનાગઢ જન્મભૂમિ અને ભાવનગરને કર્મભૂમિ બનાવનારા એવા લેખક વિનોદભાઈ અમલાણીનું નિધન થતા તેમના શિષ્યો અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે વિનોદભાઈની થોડી જીવનસફરની વાતો અને તેમના શિષ્યો ચાહકોના મત ETV Bharatની ટીમ લીધા હતા. વિનોદભાઈની પળોને યાદ કરીને શિષ્યો અને ચાહકોએ શામળદાસ કોલેજમા સ્મરણાંજલી આપી હતી.

By

Published : Oct 25, 2021, 12:09 PM IST

એકાંકી નાટકને પુનઃજીવિત કરનારા ભાવનગરના વિનોદ અમલાણીને શિષ્યો અને ચાહકોએ આપી સ્મરણાંજલિ
એકાંકી નાટકને પુનઃજીવિત કરનારા ભાવનગરના વિનોદ અમલાણીને શિષ્યો અને ચાહકોએ આપી સ્મરણાંજલિ

  • ભાવનગરમાં ગદ્ય ક્ષેત્રે લેખક એવા વિનોદભાઈ અમલાણીની યાદમાં સ્મૃતિ સભા યોજાઈ
  • શામળદાસ આર્ટ્સ કોલેજમાં શિષ્યો અને સાથીઓએ પળોને યાદ કરી સ્મરણાંજલિ અર્પી
  • નાટક ક્ષેત્રે વર્ષ 1992 બાદ વિઝ્યુઅલ આર્ટ્સની સંસ્થા બનાવી એકાંકી નાટકને જીવંત કર્યું
  • મૂળ જૂનાગઢમાં 20/9/1961માં જન્મ પામનાર વિનોદભાઈ સ્વર્ગવાસ 11/10/2021માં થતા ચાહકોમાં શોક

ભાવનગરઃ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે વિલિપ્ત થતા એકાંકી નાટકોને પુનઃજીવિત કરી તેને વેગ આપનારા લેખક અને સૌના પ્રિય વિનોદભાઈ અમલાણી આપણી વચ્ચે રહ્યા નથી. SBI બેન્કમાં ફરજ બજાવવાની સાથે નાટકો, ગદ્યસભા અને વિઝ્યુઅલ આર્ટ સંસ્થાની સ્થાપના કર્ણ વિનોદભાઈએ એક હજારથી વધુ વિદ્યાર્થીઓને ઘડ્યા હતા. ત્યારે વિનોદભાઈની યાદમાં ભાવનગર શામળદાસ કોલેજમાં સ્મૃતિસભાનું આયોજન કરીને તેમની પળોને યાદ કરવામાં આવી હતી.

નાટક ક્ષેત્રે વર્ષ 1992 બાદ વિઝ્યુઅલ આર્ટ્સની સંસ્થા બનાવી એકાંકી નાટકને જીવંત કર્યું

આ પણ વાંચો-ભરૂચમાં અહેમદ પટેલને અવિસ્મરણીય અંજલિ અપાઈ

જૂનાગઢ જન્મ ભૂમિ અને ભાવનગરને કર્મભૂમિ બનાવતા વિનોદભાઈનું જીવન

વિનોદ અમલાણીનો જન્મ 20/09/1961ના દિવસે જૂનાગઢમાં થયો હતો. ત્યારબાદ તેમણે પોરબંદર, રાજકોટ જેવા જિલ્લાઓમાં અભ્યાસ પૂર્ણ કરીને SBI બેન્કમાં નોકરી મેળવી હતી. નાટકનો શોખ ધરાવતા વિનોદભાઈ ભાવનગરમાં SBIમાં બદલી થઈને આવ્યા બાદ ભાવનગરમાં શામળદાસ કોલેજ સાથે સંકળાયેલા અને બાદમાં તેમને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પતન તરફ ધકેલાઈ ગયેલા એકાંકી નાટકને પુનઃજીવિત કર્યું હતું. વિનોદભાઈએ અનેક શિષ્યોને તેમના જીવનના ભાવનગરના 15 વર્ષમાં શિષ્યો આપ્યા છે. વિનોદભાઈએ લખેલા પુસ્તકોમાં જોઈએ તો "વ વક્તૃત્વનો વ " પછી "ઘોડાગાડી" , " એક હતી રાણી", "લ્યો, હું તો જીવન જીવવાનું ભૂલી ગુઓ", "ફરીથી જીવવાનું મળે તો" અને "ચાલને જીવી લઈએ" જેવા પુસ્તકો ગદ્ય ક્ષેત્રે લખ્યા છે. વિનોદભાઈએ નાટક અને આ સમાજને તેમજ મનુષ્ય લોકને 11/10/2021 ના વિદાય આપી જેનું દુઃખ સમગ્ર નાટક જગતમાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો-'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નટ્ટુ કાકાએ દુનીયાને કહ્યું અદવિદા, કેન્સરથી હતા પીડિત

વિનોદભાઈ સાથે જોડાયેલા વ્યક્તિના મતે વિનોદભાઈ અમલાણી

વિનોદભાઈ અમલાણી એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ હતું. તેમની સાથે કામ કર્ણ સાયન્સ કોલેજના પ્રોફેસર અશિષભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે, તેમને વિનોદભાઈ સાથે 30થી 40 વર્ષ વિતાવ્યા છે. નાટકાત્મક ક્ષેત્રે એટલે રંગભૂમિ ઉપર જ્યાં કામ કરનારા ઓછા હતા. એમ કે જ્યાંથી કંઈ મળે નહીં ત્યાં કામ કરવાવાળા ના હોય તેવા ક્ષેત્ર તેમને કામ કર્યું અને 1 હજારથી વધી લોકોને તેમના નીચે તૈયાર કર્યા છે. SBIના અધિકારી હોવા છતાં નોકરી કરતા કરતા તેમને વિઝ્યુઅલ આર્ટસ ક્ષેત્રે પોતાનો સમય ફાળવીને સેવા આપીને એક ગુજરાતી જગતમાં પોતાનો ફાળો આપ્યો છે.

શામળદાસ આર્ટ્સ કોલેજમાં શિષ્યો અને સાથીઓએ પળોને યાદ કરી સ્મરણાંજલિ અર્પી

એકાંકી નાટકને પુનઃજીવિત કરવામાં વિનોદભાઈનો સિંહફાળો

ભાવનગરને માત્ર કર્મભૂમિ બનાવનારા વિનોદભાઈ સકારાત્મક મનોવૃત્તિવાળા હતા. તેમના શિષ્ય અને ભાવનગમાં વાંસળી ડોટ કોમ કવિતા જેના લેખક કૃષ્ણ દિવસ છે, જે ખૂબ પ્રચલિત બની. તેને પોતાના એન્કરિંગ કરનારા મિતુલભાઈ રાવલે જણાવ્યું હતું કે, વિનોદભાઈ નાટક જગતનો એક ધ્રુવ તારો હતા. એકાંકી નાટકનું ખાલી સ્થાન તેમણે પૂર્યું અને અનેક વક્તાઓને પણ તૈયાર કર્યા છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે શિબિરો અને સેમિનાર કર્યા છે. તો વિનોદભાઈ સાથે રહેનારા યશપાલભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, વર્ષ 1992માં ભાવનગરમાં ગદ્યસભામાં જોડાયા હતા. પોતાની નોકરી કરતા પગારના પૈસામાંથી અનેક વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરી છે. વિઝ્યુઅલ આર્ટ્સની સ્થાપના કરી અને અનેક લોકોને પગાર પૈસા આપી નાટકમાં સ્થાન આપતા અને નાટકો કરવા પ્રેરણા આપતા હતા. યુનિવર્સીટી આગામી દિવસોમાં યુવક મહોત્સવમાં વિઝ્યુઅલ આર્ટસ હેઠળ આપવામાં આવતા શિલ્ડને વિનોદભાઈ અમલાણી નામ આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details