- કરચલિયાપરા વિસ્તારમાં રસ્તા માટે દબાણ હટાવ્યું
- આશરે 35થી વધુ મકાનોનું દબાણ હટાવવામાં આવ્યું
- લાંબા સમય બાદ મહાનગરપાલિકાએ દબાણ પર ફેરવ્યું બુલડોઝર
ભાવનગર: મહાનગરપાલિકાએ લાંબા સમય બાદ શહેરમાં દબાણ હટાવ કામગીરી આરંભી છે. ત્યારે ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં રસ્તો પહોળો કરવા માટે મકાનોનું દબાણ હટાવવામાં આવ્યું હતું. દબાણ હટાવ કામગીરીથી અન્ય દબાણ કર્તાઓમાં ફરી ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો:વાપીમાં પાલિકા અને PWDના ઓપરેશન 'ડિમોલિશન' લોકોએ આપ્યો સહકાર
દબાણ સેલ વિભાગે પ્રેસ રોડના દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગરપાલિકાએ કોરોના કાળમાં આળસ ખંખેરીને દબાણ કામગીરી હાથ ધરી છે. દબાણ સેલ વિભાગે આશરે 60 મીટરના રોડ માટે રસ્તાની બંને બાજુ આવેલા કરચલિયાપરા વિસ્તારના પ્રેસ રોડના દબાણો હટાવ્યા હતા. મનપાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ કામગીરીમાં લાગી ગયા હતા. મહાનગરપાલિકાના દબાણ સેલ વિભાગે નોટિસ આપીને કરોડોની જમીન ખુલ્લી કરવાની જાણ કરી હોવા છતાં દબાણ દૂર થયા ન હતા. અંતે મહાનગરપાલિકાને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો:વલસાડ નગરપાલિકાનું મેગા ડિમોલિશન બીજા દિવસે પણ યથાવત, 10 દુકાનોનું કરાયું ડિમોલેશન