ભાવનગરઃ લોકડાઉનના 50 દિવસ બાદ હવે ભાવનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બરે માગ કરી છે કે, ઘણા સમયથી ધંધા અને રોજગાર બંધ છે, ત્યારે લોકો માનસિક અને આર્થિક રીતે પીડાઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાવનગર GIDCને નિયમ પાલન કરવાની શરતે ખોલવા મંજૂરી આપવી જોઈએ.
ભાવનગર ચેમ્બરે કરી CM પાસે માંગ, શરતો અને નિયમો સાથે GIDC શરૂ કરવા આપો પરવાનગી
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સે લેખિતમાં મુખ્યપ્રધાન પાસે માગ કરી છે કે, અમુક પ્રકારની શરતો સાથે GIDC શરૂ કરવાનગી પરવાનગી આપવામાં આવે. જો રાજકોટને પરવાનગી મળતી હોય તો, ભાવનગરને પણ મળવી જોઈએ. કારણ કે, ભાવનગરમાં GIDC ક્લસ્ટર ઝોનથી 10 કિ.મી. દૂર છે.
ભાવનગર ચેમ્બરની CMને માગ, શરતો અને નિયમો સાથે GIDC શરૂ કરવા આપો પરવાનગી
ભાવનગર સાથે ફરી ક્યાંક અન્યાય થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, મુખ્યપ્રધાન દ્વારા રાજકોટમાં ઈન્ડસ્ટ્રીઓનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, જ્યારે ભાવનગરને પરવાનગી આપવામાં આવતી નથી. અહીંયા પ્રશ્ન થાય છે કે, ભાવનગરમાં GIDC ક્લસ્ટર ઝોનથી બહાર આવેલી છે, તો પણ કેમ પરવાનગી આપવામાં આવતી નથી.