ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરઃ શિહોર તાલુકાના ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના 82 ગામના ખેડૂતોએ ગુરૂવારે સિહોર ખાતે એકઠા થઇ બેનરો સાથે રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે સહાય વળતર ચૂકવવાની માંગ કરી હતી, તેમજ આવેદનપત્ર પાઠવી વહેલી તકે વળતર ચૂકવવા રજૂઆત કરી હતી.

શિહોર તાલુકાના ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર
શિહોર તાલુકાના ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

By

Published : Nov 6, 2020, 12:47 AM IST

  • સિહોર પંથકના ખેડૂતોએ પાક નુકસાની સહાય મામલે રેલી યોજી
  • બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મામલતદારને પાઠવ્યું આવેદન
  • પાક નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવાની કરી માંગ
  • 82 ગામના 500થી વધુ ખેડૂતોએ વળતર ચૂંકવવાની માંગ સાથે સુત્રોચ્ચાર કર્યા

ભાવનગરઃ જિલ્લાના શિહોર પંથકમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરોના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતુ. ત્યારે ખેડૂતો દ્વારા અગાઉ વળતર આપવા અંગે રજૂઆત કરાઈ હતી. જે અંગે ગુરૂવારે શિહોર તાલુકાના 82 ગામના ખેડૂતોએ શિહોરમાં રેલી યોજી મામલતદાર કચેરી પહોચ્યા હતા, જ્યા તેઓએ વળતર ચૂકવવાની માંગ કરી હતી.

ખેતી પાકમાં નુકશાની વળતર ચૂકવવા માંગ સાથે રેલી-આવેદન

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન

કુદરતના કહેર સમાન માવઠા એ ખેડૂતોના પાકને ભારે નુકસાન કરતા ખેડૂતોને નુકસાની સહન કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ પડેલા કમોસમી વરસાદે કપાસ, મગફળી, તલ સહિતના પાકમાં ભારે નુકશાન થયું છે. આ કમોસમી વરસાદને પગલે રાજ્ય સરકારે એક ગાઈડલાઈન મુજબ વળતર ચૂકવવાની સહાય યોજના પણ જાહેર કરી હતી.

ખેતી પાકમાં નુકશાની વળતર ચૂકવવા માંગ સાથે રેલી-આવેદન

મામલતદારને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ

ભાવનગરના શિહોર પંથકમાં નિયમ સમયમર્યાદામાં પડેલા 4થી 5 ઇંચ કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ હતી જેથી ખેડૂતોએ સર્વે કરી વળતરની માંગ કરી હતી, તેમ છંતા ખેડૂતોની રજૂઆત બાદ પણ હજુ સુધી સર્વે ન કરવામાં આવતા ગુરૂવારે 82 ગામના 500 જેટલા ખેડૂતો બેનરો સાથે કિશાન ક્રાંતિ મંચના બેનર હેઠળ રેલી સ્વરૂપે સિહોર મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવી વહેલી તકે સર્વે અને સહાય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

શિહોર તાલુકાના ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગ સાથે મામલતદારને પાઠવ્યું આવેદન પત્ર

ABOUT THE AUTHOR

...view details