ગુજરાત

gujarat

ETV Bharat / city

દાદા સાહેબ જૈન દેરાસરમાં 200 થી વધુ ભક્તોની પ્રવચન માટે ભીડ, પરવાનગી નહીં હોવાથી ફરિયાદ દાખલ - જૈન દેરાસર

ભાવનગર શહેરમાં કાળાનાળા આવેલા દાદા સાહેબ જૈન દેરાસરમાં મહારાજ સાહેબના પ્રવચન માટે આયોજન ચાતુર્માસ માટે યોજવામાં અવાયું હતું. પ્રવચનમાં 200 થી વધુ લોકો એકઠા થયા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડયા હતાં. આ અંગે નીલમબાગ પોલીસને જાણ થતાં સ્થળ પર તાપસ કરીને ચાર સંચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી છે.

દાદા સાહેબ જૈન
દાદા સાહેબ જૈન

By

Published : Jul 19, 2021, 2:44 PM IST

  • દાદા સાહેબ જૈન દેરાસરમાં 200 થી વધુ ચાતુર્માસમાં ભેગા થયા
  • જાહેરનામાના ભંગ બદલ નીલમબાગ પોલીસે કરી કાર્યવાહી
  • મહામારીમાં લોકો એકઠા કર્યા કોઈ પણ પરવાનગી વગર પ્રવચન માટે


ભાવનગર : શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જૈન દેરાસરમાં મોટી સંખ્યામાં ચાતુર્માસ નિમિતે જનમેદની એકઠી કરતા સંચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

જૈન દેરાસરમાં ચાતુર્માસ નિમિતે લોકો ઉમટ્યા : કોરોના ગાઈડલાઈનના ધજાગરા

દાદા સાહેબ જૈન દેરાસર
દાદા સાહેબ જૈન દેરાસર
ભાવનગર કાળાનાળા દાદા સાહેબ જૈન દેરાસરમાં ચાતુર્માસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેરાસરમાં આવેલા ડોમમાં સાધુ સાધવીઓ સહિત ભક્તો 200 થી વધારે સંખ્યામાં એકઠા થયા હતા. બીજી લહેરે આતંક માચાવ્યો છે અને ત્રીજી લહેરનો ટકોર થઈ રહ્યો છે. તેવામાં લોકો એકઠા કરવા ખૂબ ખતરનાખ સાબિત થઈ શકે છે. દેરાસરમાં આવેલા ભક્તોને મોઢે માસ્ક જોવા મળતા ન હતા તો સોથિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતો હતો. પોલીસે ચાર લોકો સામે નોંધી ફરિયાદ

ભાવનગરના દાદા સાહેબ જૈન દેરાસરમાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસંઘ પૂજ્ય તત્વપ્રવચનપ્રજ્ઞા આચાર્ય ભગવંત વિજય રત્નચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણા સાથે ચાતુર્માસ ધાર્મિક પ્રસંગે પ્રવેશ કાર્યક્રમ યોજી પ્રવચન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની જાણ થતાં નીલમબાગ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યોગ્ય તપાસ કરી હતી. 200 થી વધુ લોકો અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દાદા સાહેબ જૈન

પરવાનગી વગર આયોજીત કર્યું કાર્યક્રમ

દેરાસરના સંચાલક સંજય નવનીતરાય શાહ,વિમલ નરેન્દ્રભાઈ શાહ,ભાવેશભાઈ જેન્તીલાલ શાહ અને દિપક કનૈયાલાલ મહેતા સામે મહામારીમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરી છે. પોલીસે સ્થળ પર કોઈ પરવાનગી લીધી હોવાની પૂછતાછ કરી હતી પણ મંજૂરી વગર કાર્યક્રમ યોજીને લોકોના જીવ પર જોખમ ઉભું કરવાનો પ્રયાસ કર્યો હોવાથી પોલીસ ખુદ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details