ગુજરાત

gujarat

ETV Bharat / city

મંદી વચ્ચે પણ 5 સ્ટાર 12 માળની ક્રુઝ શિપ ભંગાવવા માટે આવી - Singa Cruise Ship

ભાવનગરમાં અલંગ શિપ યાર્ડમાં (alang ship breaking yard) આંશિક મંદી વચ્ચે 22158 મેટ્રિક ટન વજનવાળું ક્રૂઝ ભંગાણાર્થે (cruise ship scrap) આવ્યું છે. 12 માળની આ ક્રૂઝમાં પ્રવાસીઓ માટે 5 સ્ટાર હોટેલ સહિતની અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હતી.

મંદી વચ્ચે પણ 5 સ્ટાર સુવિધા ધરાવતી 12 માળની ક્રુઝ શિપ ભંગાણાર્થે આવતાં જાગ્યું આશાનું કિરણ
મંદી વચ્ચે પણ 5 સ્ટાર સુવિધા ધરાવતી 12 માળની ક્રુઝ શિપ ભંગાણાર્થે આવતાં જાગ્યું આશાનું કિરણ

By

Published : Sep 27, 2022, 3:15 PM IST

Updated : Sep 27, 2022, 4:16 PM IST

ભાવનગરઅલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં સિંગા નામનું પેસેન્જર શિપ મધદરિયે આવી પહોંચ્યું હતું. જોકે, અલંગના પ્લોટ નંબર 15 અનુપમા સ્ટિલ લિમિટેડ (ANUPAMA STEEL LIMITED) દ્વારા આ ક્રુઝને ખરીદવામાં આવ્યું હતું. 12 માળમાં આધૂનિક સવલતોવાળું ક્રૂઝ શિપ અલંગમાં (alang ship breaking yard) ભંગાણાર્થે (cruise ship scrap) આવ્યું હતું. આજથી 30 વર્ષ પહેલા વર્ષ 1992માં સિંગા ક્રુઝ જહાજને પ્રવાસીઓ માટે તરતું મૂકવામાં આવ્યું હતું, જેમાં ડાન્સ કલબ, મોલ, સ્વિમિંગ પૂલ, જિમ, સ્પા સહિતની પેસેન્જર શિપમા સગવડતાઓ હતી.

આર્થિક મંદી વચ્ચે પણ ક્રુઝ આવ્યું ભંગાણાર્થે વિશ્વના બીજા નબરનું સ્થાન ધરાવતા અલંગ શિપ યાર્ડ (alang ship breaking yard) ખાતે વર્તમાન સમયમાં ચાલી રહેલી આંશિક મંદી વચ્ચે 22,158 મેટ્રિક ટન વજન ધરાવતા ક્રુઝ જહાજમાં પ્રવાસી માટે કુલ 12 માળમાં તરતી 5 સ્ટાર હોટલ જેવી સગવડતાઓની સુવિધા યુક્ત ક્રુઝ જહાજ (cruise ship scrap) ભંગાણ અર્થે મધદરિયે બીચ કરવામાં આવ્યું છે. અત્યારે કસ્ટમ તેમ જ જી.એમ.બીના અધિકારીઓ દ્વારા શીપને અલંગ ખાતેનાં પ્લોટ નમ્બર 15માં બીચીંગ માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ એક પેસેન્જર શિપ ભંગાણ અર્થે

વધુ એક પેસેન્જર શિપ ભંગાણ અર્થેજિલ્લાના તળાજા તાલુકાના અલંગ ખાતે (alang ship breaking yard) આવેલ શિપ બ્રેકીંગ ઉદ્યોગ (Ship breaking industry)વિશ્વમાં જહાજ ભંગાણ માટે ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. જેને લઈને અલંગ ખાતે વર્ષ દરમ્યાન અનેક નાના મોટા જહાજો તેમજ ક્રુઝ જેવા જહાજો ભંગાણ અર્થે આવતા હોય છે.

શિપબ્રેકરો મૂંઝવણમાં હાલનાં સમયમાં અલંગ શીપ બ્રેકીંગ ઉદ્યોગમાં (alang ship breaking yard) આંશિક મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેને લઈને શિપ ઉદ્યોગ સાથે સંકળાયેલા શિપબ્રેકરો પણ મૂંઝવણમાં મૂકાયા છે. એવા સમયે અલંગ ખાતેનાં પ્લોટ નંબર 15માં 22158 મેટ્રિક ટન વજન ધરાવતા ક્રૂઝ જહાજમાં પ્રવાસીઓ માટે કુલ 12 માળમાં તરતી 5 સ્ટાર હોટલ જેવી સગવડતાઓની સુવિધાયુક્ત ક્રૂઝ જહાજ (cruise ship scrap) ભંગાણાર્થે મધ દરિયે બીચ (alang ship breaking yard) કરવામાં આવ્યું છે.

30 વર્ષ જૂનું પેસેન્જર 5 સ્ટાર જહાજ અલંગમાં ભંગાણાર્થે

30 વર્ષ જૂનું પેસેન્જર 5 સ્ટાર જહાજ અલંગમાં ભંગાણાર્થેઅલંગ ખાતે ભંગાણાર્થે આવી રહેલી ક્રુઝની વિશેષતા વિશે વાત કરીએ તો, આ કુઝ જહાજને એમ. વી. સિંગા અલંગના (alang ship breaking yard) પ્લોટ નંબર 15 અનુપમા સ્ટીલ લિમિટેડ (ANUPAMA STEEL LIMITED) દ્વારા ખરીદવામાં આવ્યુ છે. આ જહાજ 22158 મેટ્રિક ટન વજન ધરાવતા ક્રુઝ જહાજમાં પ્રવાસીઓ માટે કુલ 12 માળમાં તરતી 5સ્ટાર હોટલ જેવી સગવડતાઓથી સજ્જ ધજ્જ છે. એમ.વી.સિંગા નામનું (Singa Cruise Ship) આ જહાજ 208 મીટર લાંબુ અને 29 મીટર પહોળું છે. તથા તેની ઉંડાઈ 24 મીટર ધરાવે છે.

30 વર્ષ પહેલા વર્ષ 1992માં સિંગા ક્રૂઝ જહાજને (Singa Cruise Ship) પ્રવાસીઓ માટે તરતું મુકવામાં આવ્યું હતું. આ જહાજમાં પ્રવાસીઓ માટે ડાન્સ કલબ, 4 રેસ્ટોરાં, 1,360 પ્રવાસીઓનો સમાવેશ કરવા માટેની આધૂનિક કેબિનો, શોપિંગ મોલ, સ્વીમિંગ પૂલ, ઝાકૂઝી, જીમ, સ્પા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્પોર્ટ્સ સેન્ટર, મેડિકલ સેન્ટર સહિતની સગવડતાઓથી તૈયાર કરવામાં આવ્યું હતું.

શિપમાં 5 સ્ટાર સુવિધા ઉપલબ્ધ

જીએમબી અને કસ્ટમ વિભાગની ચકાસણી બાદ જહાજની બીચિંગ થશેહાલ ભંગાણાર્થે આવી રહેલા એમ. વી. સિંગા ક્રૂઝ જહાજ મધદરિયે બીચીંગ કરવામાં આવ્યું છે તેમજ અલંગ (alang ship breaking yard) ખાતે નાં પ્લોટ નંબર ૧૫ માં ભંગાણ માટે બીચીંગ કરવા આ ક્રુઝ જહાજ સિંગા જહાજને (Singa Cruise Ship) કસ્ટમ તેમજ જી.એમ.બી નાં અધિકારીઓ દ્વારા જરૂરી જહાજની ચકાસણી કરવામાં આવી રહી છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જહાજને બીચ કરી ક્રુઝ શિપનું ભંગાણ કરવામાં આવશે.

Last Updated : Sep 27, 2022, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details