ભાવનગરઃ ભાવનગરમાં એક કેસ આવ્યાં બાદ આંકડો આજે 112એ પહોંચી ગયો છે. કોરોના પોઝિટિવ કેસો ધરાવતાં વિસ્તારમાં 100 ઘરને સાંકળતો એક કન્ટેઇનમેન્ટ ઝોન મનપા બનાવે છે અને તે વિસ્તારને ચારે તરફથી સીલ કરવામાં આવે છે જેથી કોઈ બહાર નીકળી શકે નહીં. બીજી રીતે જોઇએ તો કાળાપાણીની સજા જરૂર કહી શકાય. ત્યારે કોરોનાની સૌથી વધુ ભીતિ ધરાવતાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 14 દિવસ સતત પોતાનો જીવ જોખમમાં મૂકીને પરિવારને વિસારીને પોતાની ફરજ નિભાવે છે કોરોના વોરિયર્સ મહિલાઓ.
ભાવનગરના 23 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીવના જોખમે ફરજ નિભાવતી કોરોના વોરિયર્સ મહિલાઓ ભાવનગર શહેરમાં અલગઅલગ વિસ્તારોમાં કુલ 23 વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલાં છે. આ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોણ પોતાનો જીવ જોખમમાં મૂકે છે આ પ્રશ્રનો ઉત્તર આપીએ એ પહેલાં ભાવનગરના કન્ટેઇન્મેન ઝોનની આ વિગતો જાણી લઈએ. ભાવનગરના 23 કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જીવના જોખમે ફરજ નિભાવતી કોરોના વોરિયર્સ મહિલાઓ ભાવનગર શહેરમાં પ્રથમ કેસ સાંઢિયાવાડમાં આવ્યો હતો. વૃદ્ધ વ્યક્તિ દિલ્હી જઇ આવેલાં પણ ટ્રાવેલિંગ હિસ્ટ્રી છુપાવી અને તંત્રને જાણ થઈ ત્યારે પ્રથમ એ વિસ્તારને સીલ કરીને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ક્રમશઃ કેસો વધતાં ગયાં અને વિસ્તાર પણ વધતાં ગયાં હતાં. હાલ ભાવનગર શહેરમાં 23 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયેલા છે તેમાં જોઈએ તો વડવા સિદ્દીકીવાડમાં 1 કેસ, 110 ઘરમાં 800 લોકો છે. શિશુવિહારમાં 2 કેસ, 45 ઘરમાં 245 લોકો અને માઢિયાફળીમાં 1 કેસ, 120 ઘર, 700 લોકો છે.કુંભારવાડામાં ચાર કન્ટેનમેન્ટ ઝોન, બાપેસરા કૂવા, પ્રેસ ક્વાર્ટર, બોરડીગેટમાં પાંચ કન્ટેન્મેન્ટ ઝોન, કરચલીયા પરા, અમીપરા વડવા, વડવાપાદર દેવકી, કાળાનાળાં, દેવરાજનગર, ભરતનગર આમ 23 સ્થળોમાં 2782 ઘરોમાં 15,742 લોકો ઘરમાં કેદ છે. આ થઈ કન્ટેઇન્મેન્ટ ઝોનની વાત, આ વિસ્તારોમાં રોજ પોતાનો જીવ જોખમમાં મૂકીને સતત 14 દિવસ સુધી ફરજ બજાવતી મહિલાઓને સલામ છે. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્યકેન્દ્રની મહિલાઓ રોજ સર્વેલન્સ કરવા જાય છે. કન્ટેન્મેન્ટ ઝોનના દરેક ઘરે જઈને જાણકારી મેળવે છે કે કોઈને ઘરમાં તકલીફ તો નથી ને. પોતાના ઘરપરિવારની ચિંતા વગર કામ કરતી મહિલાઓ અને મહિલા તબીબોને ઇટીવી ભારત સો સો સલામ કરે છે કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈને બહાર નીકળવાની પરમિશન હોતી નથી. રસ્તાને પતરા કે લાકડા દ્વારા સીલ કરી દેવામાં આવે છે. એક વ્યક્તિના પોઝિટિવ રિપોર્ટથી તેની આસપાસના લોકોને કન્ટેઇન્મેન્ટ ઝોન એટલે કે કાળા પાણીની સજા સમાન 14 દિવસ વિતાવવાં પડે છે અને તેમાં આરોગ્યવિભાગની આ મહિલા કર્મીઓને જીવના જોખમે કામ કરવાનો સમય આવે છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીની સારવાર કરતાં આરોગ્યવિભાગના કર્મીઓ બાદ બીજા સાચા કોરોના વોરિયર્સ આ મહિલાકર્મીઓ છે જે આજે વખત આવ્યે દેશવાસીઓની કરવામાં ખચકાતાં નથી.