ગુજરાત

gujarat

ETV Bharat / city

કોંગ્રેસે ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને લઇ ઉંટગાડી કાઢી રેલી યોજી - price hikes

ભાવનગર શહેરમાં કોંગ્રેસે જસોનાથ સર્કલથી ઉંટગાડી, ઘોડાગાડી અને સાઇકલના સથવારે રેલી યોજી હતી. ગેસ,ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કરવા માટે કોંગ્રેસે નવો નુસખો અપનાવ્યો હતો. કોંગ્રેસ વળતો પ્રહાર કરી રહી છે કે મનમોહનસિંહ વખતે ન હતી તેટલી મોંઘવારી છે ત્યારે આ કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે.

કોંગ્રેસે ગેસ,પેટ્રોલ અને ડીઝલના ભાવવધારામાં ઉંટગાડી વગેરે કાઢી રેલી યોજી
કોંગ્રેસે ગેસ,પેટ્રોલ અને ડીઝલના ભાવવધારામાં ઉંટગાડી વગેરે કાઢી રેલી યોજી

By

Published : Jan 4, 2021, 7:55 PM IST

  • કોંગ્રેસે ઉંટ ગાડી પર પેટ્રોલ, ગેસના ભાવવધારાના વિરોધમાં રેલી યોજી
  • મોંઘવારીને લઇને પ્રજાને પડી રહેલા મારનો વિરોધ દર્શાવ્યો
  • જસોનાથથી લઈને કલેકટર કચેરી સુધી રેલી યોજી


    ભાવનગરઃ ભાવનગર સહિત ગુજરાતમાં વધેલા ગેસ સિલિન્ડરના ભાવ વધારાને પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસે જસોનાથથી લઈને કલેકટર કચેરી સુધી રેલી યોજી હતી. ભાવનગર જસોનાથ સર્કલથી લઈને કલેકટર કચેરી સુધી કોંગ્રેસે રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસે આ રેલી ગેસ સિલિન્ડરના ભાવ વધારા અને પેટ્રોલ ડીઝલના વધેલા ભાવના વિરોધમાં યોજી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રેલીમાં જોડાયાં હતાં. સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વધી ગયાં છે. કારણ કે થોડા દિવસોમાં મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેમ છે
    જસોનાથથી લઈને કલેકટર કચેરી સુધી રેલી યોજી


  • કોંગ્રેસે રેલીમાં શું નવીન કર્યું

    ભાવનગર શહેર કોંગ્રેસે ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના વધેલા ભાવમાં વિરોધ કરવા માટે ઉંટગાડી, ઘોડા ગાડી અને સાયકલના સથવારે રેલી યોજી હતી. કોંગ્રેસની છાપ જે રીતે ભાજપ બગાડી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હવે પ્રજાને અનુભૂતિ કરાવવા માગે છે કે મનમોહનસિંહ સમયે ભાવ વધારો ન હતો તેનાથી વધારે અત્યારે છે. તેથી પ્રજા જાગે અને કેન્દ્ર સરકારની મનમાની સમજે તે જાગૃતિ લાવી રાજકીય માહોલ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details