ભાવનગરઃ કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ શહેરમાં (Shaktisinh Gohil visits Bhavnagar) કૉંગ્રેસના નવા સંગઠનમાં સન્માન કરવા ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે મોદી સરકાર પર પ્રહાર (MP Shaktisinh Gohil advice for Modi Government) કર્યા હતા. સાથે જ તેમણે મોંઘવારી મુદ્દે મોદી સરકાર શ્રીલંકામાંથી બોધપાઠ લે તેવી સલાહ આપી હતી. તો આ સમયે શક્તિસિંહ ગોહિલે AAP અને ABVPમાંથી કૉંગ્રેસમાં આવેલા કાર્યકરોનું ખેસ પહેરાવી (Shaktisinh Gohil welcomed AAP and ABVP Workers) પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
શ્રીલંકાના સ્થિતિને ટાંકીને શક્તિસિંહ ગોહિલે મોદી સરકારને આપી દીધી આ સલાહ આ પણ વાંચો-પ્રિ-મોન્સુનની કામગીરીને લઇને કોંગ્રેસ કર્યો વિરોધ અનોખો વિરોધ....
AAP અને ABVPએ પકડ્યો કૉંગ્રેસનો હાથ -શિવશક્તિ હૉલ ખાતે કૉંગ્રેસે સંગઠનમાં પદ મળેલા કૉંગ્રેસ નેતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. અહીં સાંસદશક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil visits Bhavnagar) ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા અને શહેરમાંથી હાજર દરેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો કૉંગ્રેસમાં જિલ્લા અને શહેરમાંથી આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો કૉંગ્રેસમાં જોડાયા હતા. સાથે જ ABVPના 30થી વધુ કાર્યકરો NSUIમાં જોડાયા હતા. આ તમામને શક્તિસિંહ ગોહિલે ખેસ પહેરાવીને NSUIમાં સમાવેશ કરાવ્યો (Shaktisinh Gohil welcomed AAP and ABVP Workers) હતો.
શક્તિસિંહ ગોહિલે AAP અને ABVPમાંથી કૉંગ્રેસમાં આવેલા કાર્યકર્તાઓને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું આ પણ વાંચો-ટિકિટ કોને મળશે : ચૂંટણી માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન પણ હાઈકમાન્ડ ચિંતામાં
શક્તિસિંહે મોદી સરકારને આપ્યું શ્રીલંકાનું ઉદાહરણ -અહીં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ગેસ હોય કે પેટ્રોલ દરેક લોકોને મોંઘવારીએ માર્યા છે. ત્યારે ભારતમાં મોદી સરકારે શ્રીલંકાની સ્થિતિમાંથી બોધપાઠ લેવો (MP Shaktisinh Gohil advice for Modi Government) જોઈએ. ત્યાં રાષ્ટ્રપતિ અને તેનો પરિવાર દેશને ઝઘડા કરાવીને લૂંટતા રહ્યા અને મોંઘવારી સામે ધ્યાન ન આપ્યું. એટલે તેમને મત આપનારાઓ તેમના પાછળ પડી ગયા અને દેશ છોડીને ભાગવું પડ્યું છે.
ભાવનગરમાં કૉંગ્રેસે નવા બનાવેલા સંગઠનમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ સન્માન (Shaktisinh Gohil visits Bhavnagar) કરવા પહોંચ્યા ભાજપ ગભરાઈ ગઈ છેઃ સાંસદ - સાંસદ શક્તિસિંહે ભાવનગર મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓના સ્થળાંતર મુદ્દે કહ્યું હતું કે, મજબૂત વ્યવસ્થા સ્થળાંતર બાબતે કરવી જોઈએ. ભાજપના કૉલેજમાં સભ્ય બનાવવા મુદ્દે પણ શક્તિસિંહે જણાવ્યું હતું કે, ભાજપ ગભરાઈ ગઈ છે. શૈક્ષણિક ક્ષેત્રને રાજકીય અખાડા ન બનાવાય આગામી દિવસોમાં પ્રજા તેનો (Congress MP Shaktisinh Gohil on BJP) જવાબ આપશે.