ગુજરાત

gujarat

ETV Bharat / city

કંડક્ટર સુતો રહ્યો અને બસ સ્ટેન્ડમાંથી થઇ આ વસ્તુઓની ચોરી - bhavnagar theft

ભાવનગરના કંડકટર શંભુભાઈ રાત્રે છેલ્લી બસ લઈને ભાવનગર આવ્યા અને ST બસ સ્ટેન્ડમાં સુતા હતા ત્યારે બસ સ્ટેન્ડમાંથી કંડકટરની બધો સામાન ચોરાઈ ગયો હતો. આ ચોરાયેલા સામાનમાં ફરજમાં લેવામાં આવતી ST વિભાગનો પણ સામાન ચોરાતાં શંભુભાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ભાવનગર
ભાવનગર

By

Published : Jul 31, 2021, 7:21 PM IST

Updated : Aug 2, 2021, 9:41 AM IST

  • કંડક્ટરનું ટિકિટનું મશીન, ફરિયાદ બુક અને આઈકાર્ડ ચોરાયું
  • શંભુ બારૈયા નામના કંડકટર સાથે બસ સ્ટેન્ડમાં બન્યો બનાવ
  • 29 તારીખે રાત્રે બસ સ્ટેન્ડમાં સુતા સમયે ચોરાયો સામાન
  • નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાઇ ફરિયાદ

ભાવનગર: બસ સ્ટેશન જેવી ભીડભાડવાળી જગ્યાઓ પર ચોરી થવી ખૂબ સામાન્ય ધટના છે, ત્યારે ભાવનગરના ST બસ સ્ટેશન પર કંડક્ટર સાથે જ ચોરીની ઘટના બની છે. ચોરે કોઈ સોના-ચાંદીની વસ્તુ પર હાથ નથી માર્યો પરંતુ કંડક્ટર પાસેથી તેના ટિકિટ મશીન, ફરિયાદ બુક અને તેના આઈ કાર્ડની ચોરી કરી છે.

આ પણ વાંચો- સુરત : માવો ખવડાવવા જતા વેપારીનું એક્ટિવા ચોરાયું, ડીકીમાં 30 લાખના હીરા હતા

ભાવનગર ST બસ સ્ટેન્ડમાં કંડક્ટરના સામાનની ચોરી

ભાવનગર એસટી બસ સ્ટેન્ડમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ST વિભાગમાં છેલ્લા પાંચ વર્ષથી શંભુભાઈ ભુપતભાઇ બારૈયા કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. શંભુભાઈ હાલમાં બે વર્ષથી જસપરા, કોળિયાક રૂટની એસટી બસમાં ફરજ બજાવે છે. ત્યારે 29 તારીખના રોજ છેલ્લી બસ લઈને ભાવનગર આવેલા શંભુભાઈ બારૈયા રાત્રે 11 કલાકે બસ સ્ટેન્ડમાં સુવા માટે બાકડા પર ગયા અને રાત વાસો પ્લેટફોર્મ નંબર 13માં કરવા પોતાના કબ્જાનો દરેક સામાન ત્યાં જ મૂક્યો હતો. ઊંઘ ઉડતા શંભુ ભાઈને જાણ થઈ હતી કે, તેમની પાસે રહેલું ટિકિટનું ઇલેક્ટ્રિક મશીન, ફરિયાદ બુક અને આઈકાર્ડ કોઈ અજાણ્યું વ્યક્તિ ચોરી ગયું હતું. શંભુભાઈએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

Last Updated : Aug 2, 2021, 9:41 AM IST

ABOUT THE AUTHOR

...view details