- જીગ્નેશ મેવાણી અપશબ્દ બોલી ભાન ભૂલ્યા
- ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાષાની મર્યાદા વટાવી ગયા
- આધેડની હત્યા પ્રકરણમાં મેવાણીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભાવનગરઃ પોતાના સમાજ માટે ન્યાય અને સન્માનની લડત લડતા નેતા ભાન ભૂલી જાય અને જે ન્યાય અને સન્માન માટે લડી રહ્યા છે હોય તેજ અશોભનીય શબ્દ બોલો તો તે ન શોભે. ભાવનગરમાં દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણી પોતાના સમાજના આધેડની હત્યા કેસમાં ન્યાય લેવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને કલેક્ટર સાથે રકઝક બાદ બહાર આવીને પોતાના સમાજના લોકો સામે કલેક્ટર માટે અશોભનીય શબ્દ ઉચ્ચાર્યા હતા.
આ પણ વાંચોઃ જીગ્નેશ મેવાણીએ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સાથે ગૃહમાં વિરોધ કર્યો
બનાવ શું બન્યો
બપોરના સમયે સાણોદર ગામે થોડા દિવસો પહેલા આધેડ અમારાભાઈ બોરીચાની હત્યા થઇ હતી. જેમાં PSI સામે બેદરકારીના ઉભા થયેલા આક્ષેપ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ સમાજને તેમાં હજુ ખૂટતું લાગતું હોવાથી દલિત એકતા અધિકાર મંચ હેઠળ આવેદનપત્ર આપવા માટે સમાજના લોકો સાથે જીગ્નેશ મેવાણી ભાવનગર આવ્યા હતા. કલેક્ટરને મીડિયાની હાજરીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું અને બાદમાં મીડિયાના ગયા બાદ જીગ્નેશ મેવાણી અને દલિત અધિકાર એકતા મંચના નેતાઓને કલેક્ટર સાથે બોલાચાલી થઇ હતી. મેવાણી અને તેના સાથીદારો કલેક્ટર સાથે રકઝક કરતા બહાર નીકળી ગયા હતા.