- ભાવનગર શહેરમાં ધુળેટી પર્વ રહી શુષ્ક
- બાળકોએ રંગોથી ગલીઓમાં આનંદ માણ્યો
- શહેરમાં મોટાઓ કોરોનાને પગલે રંગથી દૂર રહ્યા
ભાવનગર : ધુળેટી પર્વની ઉજવણી શુષ્ક પ્રમાણમાં રહેવા પામી છે. શહેરમાં મોટાઓ કોરોનાને પગલે રંગોથી દૂર રહ્યા હતા. દર વર્ષની જેમ શહેરમાં રસ્તાઓ પર ઠેર-ઠેર એકબીજાને કલરોથી રંગતા દ્રશ્યો જોવા મળ્યા ન હતા. ધૂળેટીનો આનંદ બાળકોમાં જોવા મળ્યો છે. કોરોનાને પગલે બાળકો પોતાની ગલીમાં એકબીજાના મિત્રોને કલરોથી રંગીને ઉજવણી કરી હતી.
ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ઉજવણી સામાન્ય પ્રમાણની રહી
ભાવનગર શહેરમાં ધુળેટી પર્વની ઉજવણી સામાન્ય પ્રમાણની રહી હતી. સવારથી કલરોની સાથે રમવા માટે બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. મોટા લોકોએ કોરોનાને પગલે દો ગજ કી દૂરી એટલે કે અંતર રાખીને રંગથી વંચિત રહેવાનું પસંદ કર્યું હતું.