ગુજરાત

gujarat

ETV Bharat / city

ભીખાભાઈ જાજડિયાએ કોગ્રેસનો હાથ છોડી NCPની ઘડિયાલ પહેરી

ભીખાભાઇ જાજડિયા કોગ્રેસનો હાથ છોડી NCPમાં જોડાયા ગયા છે. ભાવનગર શહેરમાં શંકરસિંહ વાઘેલાના હસ્તે ભીખાભાઇ જાજડિયાએ NCPનો ખેસ પહેર્યો હતો.

bhikhabhai jajdiya left congress
કોંગ્રેસના ભીખાભાઈ જાજડિયને શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ પહેરાવ્યો

By

Published : Jan 25, 2020, 1:32 PM IST

ભાવનગરઃ શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેસ પહેરી ભીખાભાઇ જાજડિયા કોંગ્રેસને બાય બાય કરી NCPમાં જોડાયા છે. સીદસર ખાતે મળેલી બેઠકમાં ભીખભાઈ વિધીવત રીતે NCPમાં જોડાયા હતા.

કોંગ્રેસના ભીખાભાઈ જાજડિયને શંકરસિંહ વાઘેલાએ NCPનો ખેસ પહેરાવ્યો

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સીદસર ગામના રહેવાસી અને પાટીદાર સમાજના ભીખાભાઇ જાજડિયા લાંબા સમયથી કોંગ્રેસમાં છે. ટુંક સમયમાં આવી રહેલી મનપાની ચૂંટણી સમયે રાજકારણમાં પક્ષ પલટાની સ્થિતિઓ ઉભી થતી હોય છે. તેવામાં ભીખાભાઇ જાજડિયા પણ કોંગ્રેસને આવજો કહીને NCPમાં જોડાયા છે. શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભીખાભાઇ જાજડિયા NCPમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભીખાભાઇ જાજડિયા ખેડૂત વર્ગમાં મોટું ગજુ ધરાવે છે. તેઓ લાંબા સમય સુધી યાર્ડમાં ચેરમેન પણ રહેલા છે.

શનિવારે 25 તારીખે સીદસર ખાતે આવેલી ભીખાભાઇ જાજડિયાની શાળામાં ખેડૂતો સાથે વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તેમાં મુખ્ય મહેમાન પદે શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા છે. ભીખાભાઇ શરદ પવારની મુલાકાત લઈ ચુક્યા છે. મનપાની ચૂંટણી સમયે NCPનું નેતૃત્વ કરીને ભીખાભાઈ જાજડિયા ચૂંટણીમાં ઉતરે તેવી ચર્ચા જાગી છે.

ભીખાભાઈનો પુત્ર જગદીશ જાજડિયા હાલ કોંગ્રેસના નગરસેવક છે. શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખેડૂત વાર્તાલાપનો કાર્યક્રમ નવા-જુની થવાના એંધાણ છે. જો કે, સુત્રોના જાણાવ્યાં મુજબ, જિલ્લામાં શક્તિસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસમાં નારાજગી હોવાથી ભીખાભાઈ જાજડિયા NCPમાં જોડાઈ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details