ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની શાળાઓના નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘે ઇમેઇલ કરીને શિક્ષણપ્રધાન સમક્ષ લેખિત માગ કરી છે. જેમાં કોરોનાના વધતા કેસ અને ઓમીક્રોનના પગલે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માંગ (Bhavnagar Teachers Demand ) કરી છે. બાળકોમાં આવેલા કોરોના કેસો બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ચિંતિત બન્યું છે. શિક્ષણપ્રધાનને ઇમેઇલ દ્વારા લેખિતમાં જાણ કરીને સંઘે ઓનલાઇન શિક્ષણ આપવા તૈયારી બતાવી છે.
રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની ઓનલાઇન શિક્ષણ આપવા તૈયારી
ભાવનગર શહેર સાથે સમગ્ર રાજ્યમાં કોરોનાના જે રીતે કેસો વધી રહ્યા છે તેને પગલે લોકોમાં ભય છે. પરંતુ શાળાઓ શરૂ હોવાથી વાલીઓ પણ ડરેલા છે. પણ હવે તો જ્ઞાન આપતા શિક્ષકોમાં ત્રીજી લહેરનો ભય વર્તાઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોરોના કેસ વધી (Corona Update in Bhavnagar 2022 ) રહ્યા છે તેથી ઓફલાઇન શિક્ષણ બંધ કરવું જોઈએ. તેથી સંઘ દ્વારા શિક્ષણપ્રધાન જીતુભાઇ વાઘાણીને મેઇલ મોકલી લેખિત માગ (Bhavnagar Teachers Demand ) કરી છે.