- ભાવનગર પોલીસે થર્ટી ફર્સ્ટની રાત્રે વાહનોનું કર્યું ચેકીંગ
- પોલીસે 'પહેલા ચેકીંગ પછી શુભેચ્છા'નું સૂત્ર અપનાવ્યું
- રાત્રે 11 વાગ્યાથી જ વાહનોને ચેકીંગ બાદ જવા દેવાયા
ભાવનગર પોલીસે થર્ટી ફર્સ્ટે પહેવા વાહનોનું ચેકીંગ કર્યું બાદમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવી
ભાવનગરઃ ભાવનગરમાં પોલીસને ખાસ કામગીરી ચેકીંગ અને પેટ્રોલિંગની આપવામાં આવી હતી. પોલીસ કાફલો 700 કર્મીઓનો હતો. શહેર અને જિલ્લામાં ખાસ પેટ્રોલીંગ અને ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે સઘન તપાસ કરતા લોકોની સંખ્યા નહીંવત્ સમાન જોવા મળી હતી.
ભાવનગર પોલીસે થર્ટી ફર્સ્ટે પહેવા વાહનોનું ચેકીંગ કર્યું બાદમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવી રાત્રિના ચેકીંગમાં કેવી તપાસ? ભાવનગરમાં રાત્રિના 11 કલાક બાદ પોલીસે દરેક પોલીસ ચોકી અને સ્ટેશનો સહિત નામાંકિત વિસ્તરોમાં ચેકીંગ કર્યું. રસ્તા પર ઊભા રહીને પોલીસે આવતા જતા વાહનો ચેક કર્યા સ્કૂટર હોઈ કે કાર દરેકની ડેકી તપાસવામાં આવી હતી એટલે કે ક્યાંક દારૂ કે શંકાસ્પદ વસ્તુઓ તો નથીને પરંતુ મોડે સુધી કશું મળ્યું નહતું.
પોલીસે ઓન 31સ્ટ અને નવા વર્ષ 2021ની શુભેચ્છા આપી
ભાવનગરમાં રાત્રે પોલીસ તપાસમાં હતી ત્યારે ભાવનગરના નવા ASP સફીન હસન પણ પેટ્રોલીંગમાં હતા. પોલીસ કર્મીઓને માર્ગદર્શન અને ચુસ્ત કામગીરી માટે ટકોર કરતા રહ્યા હતા અને અંતે મીડિયા સમક્ષ તેમને ભારે ગયેલા 2020ના છેલ્લા દિવસ 31સ્ટની શુભેચ્છા આપીને નવા વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી.