- નવા પ્રમુખે થપ્પા સાથે આશીર્વાદ મેળવી પદ સંભાળ્યું
- પૂર્વ પ્રમુખે હાર પહેરાવીને ચાર્જ સોંપ્યો
- ભાજપ કાર્યાલય પર ઢોલ નગારા સાથે સ્વાગત
ભાવનગરઃ જિલ્લાના ભાજપ સંગઠનમાં થયેલા ફેરફારથી સૌ કોઈ આશ્ચર્ય ચકિત જરૂર છે, કારણ કે ભાજપે ફરી પોતાના કાર્યકરો અને નેતાને સાચવવામાં સફળ નીવડી છે. આશરે 10 થી 12 વર્ષ પહેલાના કાર્યકર નેતા પર પસંદગી કરી છે. રાજીવ પંડ્યાને શહેર ભાજપનું પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. રાજીવ પંડ્યા નગરપ્રાથમીક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન રહ્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી કાર્યાલયમાં જોવા મળતા અનેક અટકળો પણ લાગી રહી છે.
ભાવનગર ભાજપના નવા પ્રમુખે સંભાળ્યો ચાર્જ ભાજપ પ્રમુખ નવા નિમાયા બાદ હોદ્દો સોંપવાની તાજપોષી કરવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યાલય પર નવા પ્રમુખને ઢોલ નગારા સાથે આવકારવામાં આવ્યા હતા.
ભાવનગર ભાજપના નવા પ્રમુખે સંભાળ્યો ચાર્જ નવા પ્રમુખનું કેવી રીતે સ્વાગતશહેર ભાજપ કાર્યાલય ખાતે નવા નિમાયેલા શહેર પ્રમુખ માટે ઢોલ નગારા સાથે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલય પર મેયર સહિત ભાજપના જુના કાર્યકરો હાજર રહ્યા હતા. નવા પ્રમુખ રાજીવ પંડ્યાને કાર્યાલયમાં પૂર્વ પ્રમુખ સનત મોદીએ હાર પહેરાવીને ચાર્જ સોંપ્યો હતો. ભાવનગર ભાજપના નવા પ્રમુખે સંભાળ્યો ચાર્જ નવા પ્રમુખને પૂર્વ ધારાસભ્યનો થપ્પો અને ક્યાં ચહેરા દેખાયાભાવનગરમાં નવા પ્રમુખને ચાર્જ સોંપતા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રિવેદી સાથે જોવા મળ્યા હતા. મહેન્દ્ર ત્રિવેદીએ નવા પ્રમુખ રાજીવ પંડ્યાએ નમન કરતા થપ્પો માર્યો હતો. જે ઈશારો સ્પષ્ટ કરે છે. ત્યારે સાથે પૂર્વ શહેર પ્રમુખ અને અલંગ બોર્ડના ચેરમેન ગિરીશ શાહની ખાસ હાજરી રહી હતી. સંગઠનમાં માનવામાં આવે છે કે 10 વર્ષ પહેલાંની ભાજપની ટીમના સભ્યોને ફરી સુકાન સોંપવામાં આવ્યું છે. આથી અત્યાર સુધી ના દેખાતા ચહેરાઓ હવે લોકોની વચ્ચે જોવા મળશે તે નિશ્ચિત છે.