ગુજરાત

gujarat

ETV Bharat / city

Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો - Bhavnagar Marketing Yard

ભાવનગર માર્કેટિંગ યાર્ડ (Bhavnagar Marketing Yard) માં ચાર માસથી વહીવટદાર ચાર્જ સંભાળી રહ્યા છે. સેક્રેટરી હાલ યાર્ડ પર નજર રાખીને યાર્ડનું રોજે રોજનું સંચાલન કરે છે. ઘોઘા ભાવનગર યાર્ડ વિભાજન મામલે સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો લાગી રહી છે. તાલુકે તાલુકે યાર્ડ કરવામાં આવ્યા હોય તો જિલ્લાનું એક માત્ર યાર્ડ કેમ બાકાત છે તેવા સવાલ સાથે કોંગ્રેસના પૂર્વ યાર્ડના ચેરમેને પ્રહાર કર્યા છે.

Bhavnagar Marketing Yard
Bhavnagar Marketing Yard

By

Published : Oct 22, 2021, 11:50 AM IST

  • ભાવનગર યાર્ડમાં ચાર માસથી વહીવટદાર પર ચાલતો યાર્ડનો વહીવટ
  • નવી ચૂંટણી માટે ઘોઘા ભાવનગર સંયુક્ત યાર્ડ વિભાજનનો મુદ્દો અડચણરૂપ
  • પૂર્વ યાર્ડ ચેરમેને પણ ખેડૂત હિતમાં યાર્ડનું વિભાજન જરૂરી બતાવાયું

ભાવનગર: માર્કેટિંગ યાર્ડ (Bhavnagar Marketing Yard) હાલમાં ભાવનગર અને ઘોઘા તાલુકાનું એક યાર્ડ છે. યાર્ડમાં ગત જૂન માસમાં યાર્ડમાં ચૂંટાયેલી પાંખની ટર્મ પૂર્ણ થયા બાદ ચાર મહિનાથી યાર્ડ વહીવટદાર પર નિર્ભર છે. યાર્ડમાં વિકાસ ખોરંભે છે તો સત્તાની લડાઈમાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાલમાં પણ તાલુકા પ્રમાણે યાર્ડની લડાઈ ચાલી રહી છે.

Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો

ભાવનગર યાર્ડ વહીવટદારના આધારે ચાર માસથી શું વિકાસ

ભાવનગર શહેરમાં આવેલું તાલુકાનું યાર્ડ હાલમાં ઘોઘા યાર્ડ સાથે સંકળાયેલું છે એટલે બંને એક છે એવામાં ગત 25/6/2021 ના રોજ ચૂંટાયેલી પાંખની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે અને ચાર મહિનાથી વહીવટદાર પર નિર્ભર છે. છેલ્લી ટર્મ પુરી કરનાર પાંખને સત્તા માર્ચ 2019માં મળી હતી જે ખરેખર 2017 માં મળવી જોઈએ. જો કે તે સમયે પૂર્વ કોંગ્રેસના યાર્ડના ચેરમેન કોર્ટમાં ગયા હતા. 2019માં ચૂંટાયેલી પાંખ તરફી ચુકાદો આવતા ચૂંટાયેલી પાંખે અઢી વર્ષમાં 70 લાખનો એક માત્ર શેડ બનાવી શકી છે અને હવે નવી ચૂંટણીમાં ઘોઘા ભાવનગર યાર્ડ અલગ કરવાના વિવાદનો મુદ્દો ભાગ ભજવી રહ્યો છે.

Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો

આ પણ વાંચો:લોકડાઉન બાદ આંશિક છુટછાટ મળતા રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ વિવિધ પાકની મબલખ આવક સાથે ફરી ધમધમતું થયું

ભાવનગર યાર્ડ ક્યાં સુધી નિર્ભર રહેશે વહીવટદાર પર

ભાવનગરનો પાડોશી તાલુકો એટલે ઘોઘા જે તાલુકામાં લીંબુ અને મગફળી, ડુંગળીનું વાવેતર મોટા પાયે થાય છે. ભાવનગર યાર્ડના પૂર્વ ચેરમેન નારૂભાઈએ જણાવ્યું હતું કે, ઘોઘા યાર્ડ અલગ કરવા સરકારમાં ત્રણ ચાર અરજીઓ થયેલી છે. જળ સામે આવેલું છે અને હાલમાં પણ કેટલાક ખેડૂતો માગ કરી રહ્યા છે. ઘોઘા અને ભાવનગર યાર્ડ અલગ થવું જ જોઈએ. કારણ કે સરકારની પણ નીતિ રહી છે કે તાલુકા પ્રમાણે યાર્ડ હોય. ઘોઘાના ખેડૂતોને ભાવનગર આવવું ખર્ચાળ લાગી રહ્યું છે. ચેરમેને પોતાનો ખુલાસો ભાજપમાં હોવા છતાં કર્યો છે કે, ખેડૂત હિતમાં યાર્ડ થાય તો સારું છે પરંતુ યાર્ડ અલગ કરવાની માગ કરનારા કોંગ્રેસી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તેથી સરકાર ભાવનગર યાર્ડની ચૂંટણી હાલમાં આપે તેમ લાગતું નથી. એટલે ભાવનગર યાર્ડ ફરી વહીવટદાર પર નિર્ભર બની ગયું છે અને ક્યાં સુધી નિર્ભર રહેશે તેમ જોવું રહ્યું.

Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો

આ પણ વાંચો: કોરોના મહામારી છતાં ભાવનગર યાર્ડમાં છેલ્લા 2 વર્ષમાં મગફળી અને કપાસની આવક વધી

યાર્ડનું રાજકારણ અને કોંગ્રેસ નેતાની માગ કેમ ?

ભાવનગર ઘોઘા યાર્ડ અલગ નહિ કરવા મેદાનમાં રહેલા ભાજપના કેટલાક આગેવાનોને પગલે યાર્ડનું વિભાજન વર્ષોથી માગ હોવા છતાં થઈ રહ્યું નથી. કોંગ્રેસના પૂર્વ યાર્ડના ચેરમેન ભીખાભાઇ ઝાંઝડીયાએ જણાવ્યું હતું કે, ઘોઘા એક તાલુકો બાકી રહ્યો છે. જેમાં અમારી માગ રહી છે કે સરકાર જ્યારે દરેક તાલુકાને અલગ યાર્ડ આપ્યું છે તો ઘોઘામાં કેમ ન મળે. યાર્ડ નહિ કરવા પાછળ રાજકારણ કારણભૂત છે. વલભીપુર અને ઉમરાળા કરતા વધુ ઘોઘાની આવક હોવા છતાં યાર્ડ કેમ બનાવતા નથી. અમે કોર્ટમાં પણ ગયા છીએ, છતાં સરકાર કરતી નથી. કોંગ્રેસના પૂર્વ યાર્ડના ચેરમેનનો સ્પષ્ટ ઈશારો છે કે, ઘોઘા યાર્ડ એક રહેવાથી કેટલાકને ફાયદો છે. જેની અસર હવે ભાવનગર યાર્ડ પર પડી રહી છે.

Bhavnagar Marketing Yard ચાર માસથી વહીવટદાર પર આધારિત, સરકાર ચૂંટણી જાહેર નહિ કરતી હોવાની અટકળો

ABOUT THE AUTHOR

...view details