ગુજરાત

gujarat

ETV Bharat / city

કેમ ચોમાસામાં કુંભારવાડા રેલવેનું ફાટક ભાવેણા માટે થયો માથાનો દુખાવો, શું છે લોકોની પરેશાની - Congress demands overbridge

ભાવનગર કુંભારવાડા રેલવેનું ફાટક(Bhavnagar Kumbharwada Railway Crossing) માથાના દુખાવાનું કારણ રોજ નીકળતા આશરે 25 હજાર લોકો માટે બની ગયું છે. અંડરબ્રિજમાં ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે વિકલ્પ ફાટક રહે છે. રેલવે ફાટક દર કલાકે 20 -20 મિનિટ સુધી બંધ રહે છે. માંગ હતી ઓવરબ્રિજની પણ બન્યો અંડરબ્રિજ. વાહનોની ટાયરની આવરદા 12 માસની જગ્યાએ ચાર માસની કેમ ? જાણો વિગતથી આ ખાસ અહેવાલમાં.

કેમ ચોમાસામાં કુંભારવાડા રેલવેનું ફાટક ભાવેણા માટે થયો માથાનો દુખાવો, શું છે લોકોની પરેશાની
કેમ ચોમાસામાં કુંભારવાડા રેલવેનું ફાટક ભાવેણા માટે થયો માથાનો દુખાવો, શું છે લોકોની પરેશાની

By

Published : Jun 22, 2022, 7:18 PM IST

ભાવનગર:શહેરના પછાત વિસ્તારના(Backward area of Bhavnagar) વિકાસમાં પણ પછાતપણુ દાખવવામાં મહાનગરપાલિકા(Bhavnagar Municipal Corporation) અને ભાજપ પાછી રહી નથી. રેલવેનું ફાટક માથાનો દુખાવો બની ગયું છે પણ ઉકેલ રૂપે મળેલો અંડરબ્રિજ પણ ચોમાસામાં ડુબી જાય છે. ચોમાસાના ચાર મહિના માથાનો દુખાવો કે પછી નેતાનું રાજકારણ કે મહાનગરપાલિકાની અણઆવડત છતી થાય છે ? જાણો.

ભાવનગરની નબળી નેતાગીરી કહો કે અણઆવડત કહો કારણ કે રેલવેની જમીન મેળવવા એક ઓવરબ્રિજ માટે પણ એક વર્ષ બાદ જમીન મળી અને ડાયવર્ઝન થયું હતું ત્યારે કુંભારવાડામાં ઓવરબ્રિજ માટે હાલમાં સાંકડા રસ્તા છે જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અનેક મકાનો 8 થી 10 ફૂટ દબાણમાં જઇ શકે છે

આ પણ વાંચો:Rains in Valsad : પારડી બ્રિજ પર જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી

કુંભારવાડામાં રેલવેનું ફાટક 50 હજાર લોકોનો માથાનો દુખાવો - ભાવનગરનો કુંભારવાડા વિસ્તાર(Kumbharwada area of Bhavnagar) પછાત વર્ગના લોકોનો બનેલો એક વિસ્તાર છે. આ વિસ્તારમાં પ્રવેશવા માટે કોઈ પણ બાજુથી જવું હોય તો રેલવે ફાટક(Bhavnagar Kumbharwada Railway Crossing) આવે જ છે. મુખ્ય માર્ગમાં કુંભારવાડામાં જવાના ફાટક દર 30 મિનિટ કે કલાકે બંધ થઈ જતું હોય છે. ફાટક બંધ રહેવાનું કારણ નજીકમાં આવેલું રેલવેનું ટર્મિનસ છેલ્લું સ્ટેશન અને ગાડીઓનું લોકો ગેરેજ જેના કારણે ગાડીઓ વારંવાર આગળ પાછળ કરવામાં ફાટક આવે છે. 50 હજાર લોકો આ વિસ્તારમાં રહે છે તેને ફાટક માથાનો દુખાવો ફેલાવે ફાટક બની ગયું છે.

રેલવેનું ફાટક માથાનો દુખાવો બની ગયું છે પણ ઉકેલ રૂપે મળેલો અંડરબ્રિજ પણ ચોમાસામાં ડુબી જાય છે.

વિપક્ષનો વાર અને અંડરબ્રિજની દશા ચોમાસામાં - ભાવનગરના કુંભારવાડા ફાટક માટે એક એ કોંગ્રેસે ઓવરબ્રિજની માંગ(Congress demands overbridge) કરી હતી, પણ ભાજપ સત્તામાં હોય કોઈ ભોગે ઓવરબ્રિજ નહિ કરીને અંડરબ્રિજ કર્યો અને ત્યારથી ચોમાસાના ચાર મહિનામાં કુંભારવાડાના સ્થાનિકો ત્યાં આવેલા પ્લાસ્ટિક ઝોન(Plastic zone in Kumbharwada), અલંગના ડેલાવાળા અને અમદાવાદ તરફ પણ જનારા લોકોને રેલવે ફાટક માથાનો દુખાવો છે. અંડરબ્રિજમાં ચોમાસામાં થોડુ પાણી સારા વરસાદમાં ભરાય જાય એટલે ફાટક એક માત્ર વિકલ્પ રહે છે. એક કલાક સુધી પાણી નીકળતું નથી. રેલવે ફાટક બંધ એક વખત થાય એટલે 20 મિનિટ વરસાદ,છાયો કે તડકો ઉભા રહેવા સિવાય વિકલ્પ નથી હોતો તેમજ કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘણીએ જણાવ્યું હતું.

રેલવે ફાટક દર કલાકે 20 -20 મિનિટ સુધી બંધ રહે છે.

ઓવરબ્રિજ અને અંડરબ્રિજ વિશે મેયરની ચોખવટ પણ જાણો - ભાજપના શાસનમાં હાલમાં પણ ઓવર બ્રિજ બની રહ્યો છે અને દબાણમાં આવેલા સરિતા શોપિંગ સેન્ટરને પણ તોડીને ખસેડવામાં આવ્યું છે ત્યારે અંડરબ્રિજ મામલે અને ઓવરબ્રિજ મામલે મેયર કીર્તિબહેન જણાવ્યું હતું કે, અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતું હોય છે પણ આપણે ત્યાં એક સંપ બનાવેલો છે જે 5 મિનિટમાં પાણી ખેંચીને ખાલી કરે છે પણ હા ક્યારે લાઈટ ના હોય. પાણી ભરાયેલું રહેતું હોય છે. ઓવરબ્રિજ માટે જોઈતી જગ્યા નહિ મળવાથી આપણે ત્યાં ઓવરબ્રિજ નથી બનાવ્યો. સર્વિસ રોડ નહિ મળતો હોવાથી ઓવરબ્રિજ બનાવી શકાય તેમ નથી.

લવેનું ટર્મિનસ છેલ્લું સ્ટેશન અને ગાડીઓનું લોકો ગેરેજ જેના કારણે ગાડીઓ વારંવાર આગળ પાછળ કરવામાં ફાટક આવે છે.

આ પણ વાંચો:AMC દ્વારા રોડ-રસ્તા કામો પૂર્ણ કરવાનો ટાર્ગેટનો ફિયાસ્કો

અંડરબ્રિજ કરતા ઓવરબ્રિજમાં અડચણ શુ ? -ભાવનગરની નબળી નેતાગીરી કહો કે અણઆવડત કહો કારણ કે રેલવેની જમીન મેળવવા એક ઓવરબ્રિજ માટે પણ એક વર્ષ બાદ જમીન મળી અને ડાયવર્ઝન થયું હતું ત્યારે કુંભારવાડામાં ઓવરબ્રિજ માટે હાલમાં સાંકડા રસ્તા છે જો ઓવરબ્રિજ બનાવવામાં આવે તો અનેક મકાનો 8 થી 10 ફૂટ દબાણમાં જઇ શકે છે અને તેની કિંમત ચૂકવવી પડે તેમ છે ત્યારે લોકોની હાડમારી દૂર કરવા ઓવરબ્રિજના બદલે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો પણ સમસ્યા 12 માસમાં 4 માસ દરમ્યાન તેની તે રહે છે અને અંડરબ્રિજમાં મોટા વાહનો તો નીકળી શકતા જ નથી. જ્યારે કુંભારવાડામાં ઉદ્યોગ હોય અને અમદાવાદ જવાના માર્ગ પણ હોય છતાં આંખ આડા કાન સમસ્યા દૂર કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details