ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગરઃ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ફોર્મની ચકાસણીમાં કુલ 927 ફોર્મ માન્ય - Congress news

ભાવનગરની 5 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ પાલીતાણા, વલ્લભીપુર, મહુવા સહિત ત્રણ નગરપાલિકાની ચૂંટણી આગામી 28મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જે અંગે ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ચકાસણી બાદ જિલ્લા પંચાયતમાં 116, તાલુકા પંચાયતમાં 600 અને નગરપાલિકા 211 માન્ય રહ્યા હતાં.

ભાવનગરઃ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ફોર્મની ચકાસણીમાં કુલ 927 ફોર્મ માન્ય
ભાવનગરઃ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ફોર્મની ચકાસણીમાં કુલ 927 ફોર્મ માન્ય

By

Published : Feb 16, 2021, 7:03 AM IST

  • જિલ્લા પંચાયતમાં 60 ફોર્મ અમાન્ય, 116 ફોર્મ માન્ય રહ્યાં
  • નગરપાલિકામાં 133 ફોર્મ અમાન્ય, 211 ફોર્મ માન્ય રહ્યાં
  • તાલુકા પંચાયતમાં 196 ફોર્મ અમાન્ય, 600 ફોર્મ માન્ય રહ્યાં

ભાવનગરઃસ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા ચૂંટણી લડવા માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યાં હતાં. જેમાં મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં ચૂંટણીમાં 133 ફોર્મ અમાન્ય રહેતાં 211 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જિલ્લા પંચાયતની 05 બેઠકોમાં ચકાસણી બાદ 60 ફોર્મ અમાન્ય રહેતાં કુલ 116 ફોર્મ માન્ય રહ્યા હતાં અને જિલ્લાની 10 તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીમાં 196 ફોર્મ નિરીક્ષણ દરમિયાન અમાન્ય રહેતાં 600 ફોર્મ માન્ય રહ્યાં હતાં.

આચારસંહિતાના 470 કેસ નોંધાયા

ઉમેદવારો તેમજ ભાજપ-કોંગ્રેસ, AAP સહિતના રાજકીય પક્ષના ઉમેદવારોએ પણ ચૂંટણી પ્રચાર શરૂ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ ગરમાયો છે. જયારે ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ થાતો હોવાની ફરિયાદો મળતા તંત્ર દ્વારા 470 જેટલા કેસ નોંધી તેનો નિકાલ કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details