ગુજરાત

gujarat

By

Published : May 11, 2021, 10:27 PM IST

ETV Bharat / city

ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટે 7 ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા

ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણને લઈને 7 ગામોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ કન્ટેનમેન્ટ ઝોન તારીખ 24 સુધી અમલમાં રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

7 villages of Bhavnagar declared as containment zones
7 villages of Bhavnagar declared as containment zones

  • ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 7 ગામો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
  • ઘોઘા તાલુકાના 3 ગામ, તળાજા તાલુકાના 2 ગામ અને ભાવનગર ગ્રામ્યના 2 ગામ કન્ટેનમેન્ટ ઝોન જાહેર
  • આગામી તારીખ 24 સુધી કન્ટેનમેન્ટ ઝોન અમલમાં રહેશે
  • કન્ટેનમેન્ટ ઝોન અમલમાં રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું

ભાવનગર : જિલ્લાના તળાજા તાલુકાનાં બે અને ઘોઘા તાલુકાનાં ત્રણ ગામોમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઇ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આગામી તારીખ 24 સુધી ઘોઘા, તગડી, તણસા, ભુંભલી, ભંડારીયા, પીથલપુર અને જસપરા ગામોમાં કન્ટેનમેન્ટ ઝોન અમલી રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી કોવિડ ગાઈડલાઈન્સનો ચુસ્તપણે પાલન કરવા સૂચનો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ભાવનગરના 20 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત થતાં 5 ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા

કોરોના સંક્રમણ વધતા 7 ગામો કન્ટેનમેન્ટ ઝોન જાહેર

હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં શહેરો ઉપરાંત ગ્રામ્યકક્ષાએ સંક્રમણની સંખ્યામાં વધારો થતા કેટલાક ગામોએ સંક્રમણ રોકવા માટે સ્વેચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે. તો બીજી તરફ વધુ સંક્રમણ જણાંતા કન્ટેનમેન્ટઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકાના ત્રણ ગામો, તળાજા તાલુકાના બે ગામોમાં અને ભાવનગર ગ્રામ્યના બે ગામોમાં સંક્રમણ વધુ જણાઈ આવતા કન્ટેનમેન્ટઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કુલ 310 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં મૂકાયા

કોવિડ ગાઈડ લાઈન્સનો ચુસ્તપણે પાલન કરવા સૂચનો

ભાવનગર જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તારીખ 24 સુધી ઘોઘા, તગડી, તણસા, ભુંભલી, ભંડારીયા, પીથલપુર અને જસપરા ગામોમાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આ કન્ટેનમેન્ટઝોન વિસ્તારમાં એક એન્ટ્રી- એક્ઝિટ પોઇન્ટ નિયત રાખી બાકીના તમામ એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટને બંધ કરવાના કન્ટેનમેન્ટઝોનમાં જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કોવિડ- 19નું સંક્રમણ રોકવા માટે સઘન ચકાસણી તથા સાવચેતીના તમામ પગલા ભરવા ઉપરાંત ગામમાં દરેક વ્યક્તિ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું કડક પાલન કરવા આદેશો જાહેર કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details