ભાવનગર: શહેરમાં 3000ની પાર કોરોનાનો આકંડો પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોના કેસ દિવસની એવરેજમાં વધી રહ્યા છે. ગઇ કાલે 41 કેસો આવ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાને ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી. છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બનાવી છે.
ભાવનગરમાં કોરોનાનો આંકડો 3 હજારને પાર, કુલ 3420 કેસ - ભાવનગરમાં કોરોનાના નવા કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. રોજના 35થી લઈને 60 સુધી આંકડો પહોંચી રહ્યો છે. ત્યારે સ્વસ્થ થવાની ટકાવારી પણ સારી રહી છે. 3420 કેસ સામે 2911 જેટલા સ્વસ્થ થઈ ચૂક્યા છે જ્યારે 50 લોકોના મોત થયા છે.
કોરોનાના કેસ દિવસમાં ઓછામાં ઓછા 20 કેસ નોંધાઇ રહ્યા છે. ક્યારેક 30 કેસ તો તેનાથી પણ વધારે પોઝિટિવ દર્દીઓનો આંકડા આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય પણ જોવા મળી રહ્યો છે. 12 સપ્ટેમ્બરના દિવસે 41 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચૂક્યા હતા.
ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 2911 દર્દીઓ સ્વસ્થ થયા છે, તો 50 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. સર.ટી.હોસ્પિટલ સહિત ખાનગીમાં આવેલા આઇસોલેશનમાં હાલમાં આશરે 450 જેટલા દર્દીઓ હજુ પણ સારવાર લઈ રહ્યા છે તો સ્વસ્થ થવાનો આંકડો 2911 પર પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.