ગુજરાત

gujarat

ETV Bharat / city

અચ્છા તો આ રીતે બને છે ભાજપની પેજ કમિટી, કૉંગ્રેસે ફોડ્યો ભાંડો - Bhavnagar City Congress exposed BJP

ભાજપ પોતાની પેજ કમિટી (Bhavnagar BJP Page Committee) કઈ રીતે બનાવે છે. તે અંગે ભાવનગર કૉંગ્રેસે ભાજપનો ભાંડો (Bhavnagar Gandhi Mahila College in controversy) ફોડ્યો છે. અહીં ગાંધી મહિલા કૉલેજની વિદ્યાર્થિનીઓને મોબાઈલ લઈને ફરજિયાત આવવા આચાર્યે પત્ર લખતા વિવાદ સર્જાયો છે.

અચ્છા તો આ રીતે બને છે ભાજપની પેજ કમિટી, કૉંગ્રેસે ફોડ્યો ભાંડો
અચ્છા તો આ રીતે બને છે ભાજપની પેજ કમિટી, કૉંગ્રેસે ફોડ્યો ભાંડો

By

Published : Jun 27, 2022, 1:39 PM IST

Updated : Jun 27, 2022, 2:20 PM IST

ભાવનગરઃ શહેરમાં આવેલી ગાંધી મહિલા કૉલેજ (Bhavnagar Gandhi Mahila College in controversy) હવે મહિલાઓની નહીં પણ ભાજપની કૉલેજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, કૉલેજના આચાર્યએ પત્ર લખી વિદ્યાર્થિનીઓને ફરજિયાતપણે મોબાઈલ લાવવાનો આદેશ (Order to bring mobiles to women) આપ્યો હતો. જોકે, આ કૉલેજ વિવાદમાં એટલે આવી છે. કારણ કે, આચાર્યએ પત્રમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, ભાજપમાં સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટે દરેક વિદ્યાર્થિનીઓએ આવતીકાલથી મોબાઈલ લઈને કૉલેજ આવવું જરૂરી છે.

સોશિયલ મીડિયામાં ફરતો સહીવાળો પત્ર

આચાર્યનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ - જોકે, આચાર્યનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ (Gandhi Mahila College letter goes viral) થતાં તે કૉંગ્રેસ પાસે પહોંચ્યો હતો. આ સાથે જ કૉંગ્રેસે ભાજપનો ભાંડો ફોડ્યો હતો. જોકે, ત્યારબાદ આચાર્યનું રાજીનામું લઈ લેવાયું છે. બીજી તરફ કૉંગ્રેસે (Bhavnagar City Congress exposed BJP) પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

ગાંધી મહિલા કૉલેજ વિવાદમાં

ગાંધી મહિલા કૉલેજ વિવાદમાં -શહેરની મહિલા કૉલેજ સર્કલમાં આવેલી વર્ષો જૂની ગાંધી મહિલા કૉલેજ ટ્રસ્ટ (Bhavnagar Gandhi Mahila College in controversy) સંચાલિત છે. પહેલા આ કૉલેજ મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન હતી અને હવે ભાવનગર સંલગ્ન બનતા વિવાદમાં (Bhavnagar Gandhi Mahila College in controversy) સપડાઈ છે. કૉલેજના આચાર્યએ સોશિયલ મીડિયામાં એક પત્ર (Gandhi Mahila College letter goes viral) વિદ્યાર્થિનીઓને મોકલ્યો હતો અને તેમાં ભાજપની પેજ કમિટીમાં જોડાવા સીધો આદેશ (Order to bring mobiles to women) ફરજિયાત કરવામાં આવ્યો છે. મોબાઈલ સાથે લઈને આવવા ફરજ પાડવામાં આવી છે. શૈક્ષણિક સંકુલમાં રાજકીય સીધી દોરીની પ્રવૃત્તિથી ભાવનગર રાજકારણમાં ગરમાવો (Fire in Bhavnagar Politics) આવી ગયો છે.

ગાંધી મહિલા કૉલેજ વિવાદમાં

કૉંગ્રેસે ભાજપ સામે કર્યા ગંભીર આક્ષેપ -ગાંધી મહિલા કૉલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને પાડવામાં આવેલી ફરજના કારણે કૉંગ્રેસ (Bhavnagar City Congress exposed BJP) શહેર પ્રમુખે જણાવ્યું હતું કે, ભાજપની પેજ કમિટીઓ કેવી રીતે બને છે. તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભાજપે આ કૉલેજનું નામ ભાજપ મહિલા કૉલેજ રાખી દો. અમે એ જાણવાના છીએ કે, આ કોના ઈશારે પત્ર લખીને આપવામાં આવ્યો છે. યુનિવર્સિટીને પણ રજૂઆત કરવાના છીએ. આ એક નહીં આવી અનેક સંસ્થાઓ છે, જેમાં આ જ કામ થાય છે.

ભાવનગર કૉંગ્રેસે ભાજપનો ભાંડો ફોડ્યો

આ પણ વાંચો-દૂધસાગર ડેરીનો વિવાદ પહોંચ્યો ગાંધીનગર, ચૌધરી સમાજની ચીમકી કહ્યું- કાર્યવાહી નહીં થાય તો...

ટ્રસ્ટીએ સ્વીકાર્યું કોઈનો દોરી સંચાર પણ એક્શન લેવાઈ - ગાંધી મહિલા કૉલેજમાં (Bhavnagar Gandhi Mahila College in controversy) આચાર્ય દ્વારા રાજકીય હેતુથી કરાયેલા પત્ર અને પત્રમાં પાડેલી ફરજનો પત્ર ટ્રસ્ટીઓના નજરમાં આવતાની સાથે એક્શન લેવાની શરૂઆત થઈ ગઈ હતી. ટ્રસ્ટી ડો. ધીરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે, આચાર્યને કોઈનો દોરી સંચાર હતો અને તેમને કમ્પ્યુટરમાં લખાણ કરીને તેનો ફોટો પાડીને માત્ર સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થિનીઓને મોકલવામાં આવ્યું છે. તેમને વ્યક્તિગત કર્યું છે અને તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે. આથી તેમને સામેથી રાજીનામું મૂકી દીધું છે. જોકે, આ અજૂગતા થઈ ગયું હોય અને શૈક્ષણિક સંકુલને રાજકીય રંગ ન લાગે તેની અમે તકેદારી લીધી છે.

આચાર્યનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ

આ પણ વાંચો-ઉત્તરવહી સાથે છેડછાડ કરતા પહેલા ચેતી જજો ! નકર થશે આટલો મોટો દંડ

ભાજપે શું કહ્યું આચાર્યને પગલે પત્ર વિવાદમાં - ગાંધી મહિલા કૉલેજના પત્રને લઈને શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં ભાજપની સદસ્યતાને લઈને કૉલેજોમાં કાર્યકર્તાઓ જતા હોય છે, પરંતુ જે રીતે કૉલેજના આચાર્યએ પત્ર લખ્યો છે. તે રીતે અને તેવી પદ્ધતિમાં ભાજપ કાર્ય કરતું નથી. કદાચ એવું બની શકે કે, આચાર્યને પણ રાષ્ટ્રભક્તિનો રંગ લાગ્યો હોય અને તેમને આ પત્ર લખ્યો હોય. જોકે, દોરી સંચાર મામલે શહેર ભાજપ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, આટલી મોટી કૉલેજના આચાર્ય શું કોઈના દોરીસંચારમાં આવી રીતે પત્ર લખી શકે ખરા?

Last Updated : Jun 27, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details