- શિક્ષણ વિભાગ દ્વારા ચાલી રહેલો ઓનલાઈન શિક્ષણનો પ્રયોગ
- આર્થિક નબળા વર્ગના વાલીઓ પાસે એકથી વધુ મોબાઈલનો અભાવ
- બાળકો માટે સરકાર ટેબલેટ જેવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે તેવી માગ
ભાવનગર: ભાવનગર શહેરની 55 જેટલી સરકારી શાળામાં ગરીબ અને નબળા વર્ગના બાળકો અભ્યાસ કરે છે. કોરોનાને કારણે આ બાળકો હાલમાં ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. જે અંગે સરકારનો અભિગમ સારો છે. જોકે કેટલીક પરિસ્થિતિઓને કારણે ઓનલાઈન શિક્ષણ સફળ નથી તેમ વાલીઓનું કહેવું છે. ગરીબ વાલીઓ તેમના બાળકોને એકથી વધુ ફોન અપાવી શકે નહીં તેથી તેની અસર તેમના અભ્યાસ ઉપર પડે છે. જેથી સરકારે કોલેજોમાં ટેબ્લેટ આપ્યા તેવી વ્યવસ્થા શાળાઓમાં પણ ઉભી કરવાની તાત્કાલિક જરૂરિયાત જણાઈ રહી છે.
ભાવનગર શહેરની 55 સરકારી શાળાઓમાં આશરે 22 હજારથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગરીબ ઘરમાં એકથી વધુ બાળકો વચ્ચે ફોન માત્ર એક હોય ત્યારે વિકલ્પ શું? શિક્ષણ વિભાગ નવતર પ્રયોગો કરી રહ્યું છે અને શિક્ષણ આપવાના શોધતા વિકલ્પમાં અંતે નુકસાન તો ગરીબ અને મધ્ય વર્ગના બાળકોને જ સહન કરવાનો વારો આવે છે.
દરેક વિદ્યાર્થીને મળશે ઓનલાઈન શિક્ષણ?