ભાવનગરમાં લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણીથી ગરમીમાં રાહત
- મોડી રાતથી બપોર સુધીમાં 14 mm જેટલો વરસાદ નોંધાયો
- 1 જૂનથી અત્યાર સુધીમાં 252 mm વરસાદ નોંધાયો
- જિલ્લામાં સિઝન પ્રમાણે 689 mm વરસાદની જરૂરિયાત
ભાવનગરઃ શહેરમાં ગઈકાલ સાંજથી આવેલા વાતાવરણના પલટાને પગલે બફારા અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે. જિલ્લામાં 1 જૂન આસપાસ આવેલા વરસાદ બાદ વરસાદ થંભી ગયો હતો. તેથી ફરી વખત લોકોએ બફારા અને ગરમીના દિવસો વિતાવવાની ફરજ પડી હતી. જો કે ગઈકાલ સાંજથી ભાવનાગરમાં મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે. ગઈકાલ સાંજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે કાળિયાબીડ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યા બાદ રાત્રે ફરી મેઘરાજાની સવારી નીકળી હતી. રાત્રે પણ ધોધમાર વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેર અને જિલ્લામાં આવેલા વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે, ગઈકાલ બાદ આજે પણ મેઘરાજાની સવારી મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે.