- આમ આદમી પાર્ટીના નેતા વિકાસ રાય ભાવનગરની મુલાકાતે
- ભાવનગર મહનગરપાલિકાની 52 બેઠક પર યાજાશે ચૂંટણી
- 39 બેઠક પર આમઆદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યાં
ભાવનગરઃ મહનગરપાલિકાની 52 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 52 માંથી 39 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખ્યાં છે. ત્યારે વિકાસ રાય બે દિવસથી ભાવનગરની મુલાકાતે છે, જેઓએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા શેરી-મોહલ્લા બેઠકો શરૂ
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપને ઉખેડી નાખવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે. આમ આદમી પાર્ટીએ 39 બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સાફ સુથરી છાપવાળા લોકોને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતા વિકાસ રાયે જણાવ્યું કે, શહેરમાં શેરી-મોહલ્લા બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં પોતાની તાકાત બતાવશે.
આપના નેતા વિકાસ રાયે કરી ETV BHARAT સાથે ખાસ વાતચીત