ગુજરાત

gujarat

ETV Bharat / city

પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી - દહેજ

ભાવનગરનો એક એવો કિસ્સો જેમાં દહેજ માંગવામાં નથી આવ્યું પણ લગ્ન જીવનના સાત મહિના બાદ પતિને લાલચ જાગી હોઈ તેમ પત્નિ સાથે મારઝૂડ કરી પિયરમાંથી 5 કરોડ લાવવા જણાવ્યું હતુ. અંતે મહિલાએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

By

Published : Apr 12, 2021, 6:16 PM IST

  • પરિણિતાએ સાસરિયા અને પતિ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
  • પતિએ 5 કરોડ રૂપિયા પિયરમાંથી લાવવાની ધમકી આપી હતી
  • મહિલાએ પતિએ મારકુટ કરતા અંતે પોલીસ ફરિયાદ નોંધાવી

ભાવનગરઃ શહેરના કાળુભા રોડ પર આરતી પેલેસ પાસે રહેતી મહિલાએ સાસરિયાઓ અને પતિ વિરુદ્ધ પાંચ કરોડ રૂપિયા પિયરમાંથી લઈ આવવાનું કહ્યું છે અને નહિ લાવે તો જિંદગી નર્ક બનાવી દઈશ તેવી પતિએ ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, બે શખ્સોને ઝડપી પાડયા

મારકુટ સહન કરી ચુકેલી મહિલાએ રજૂ કરી વ્યથા

ભાવનગર મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે કે, તેના પતિ તેની સાથે વારંવાર મારકુટ કરતા હતા. લગ્નના સાત મહિના થયા છે ત્યારે છથી સાત વખત તેમે મારકૂટ કરતા તે તેના પિયરમાં જતી રહી હતી. વારંવાર મેણાટોણો મારીને તેને કહેતા કે, તને ઘર ચલાવતા નથી આવડતું. મારકુટ સહન કર્યા છતાં પિયરમાં જતાં પિતાની સમજણ બાદ હું પુનઃ સાસરિયામાં આવી ગઈ હતી.

આ પણ વાંચોઃ સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો શખ્સ નોકરી શોધતા વિરમગામથી ઝડપાયો

શા માટે થઈ પોલીસ ફરિયાદ સાસરિયાઓ સામે

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે. જમવા આપતા ન હતા, તારા બાપાના ઘરેથી પાંચ કરોડ લઈ આવજે નહિતર જીવન નર્ક બનાવી દઈશ તેમ તેમના પતિ તેને કહેતા હતા. આવું રોજ ઘરમાં ચાલતું હતું. પાંચ તારીખે તેને માર મારવામાં આવતા અંતે તેણે કંટાળીને પોલીસને કોલ કર્યો હતો. મહિલાની વ્યથા જાણીને પોલીસ પણ સ્તબ્ધ બની ગઈ હતી. જો કે પોલીસે હાલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details