- 4 એપ્રિલે શહેરમાં 58 નવા કેસ નોંધાયા
- આ રિપોર્ટની સુવિધા માત્ર પ્રવાસ કરનારા લોકો માટે જ
- ભીલવાડા આરોગ્ય કેન્દ્ર પર પ્રવાસીઓ કરી શકશે ટેસ્ટ
ભાવનગર: શહેરમાં સર ટી. હોસ્પિટલ દ્વારા RT-PCR રિપોર્ટ માટે ટ્રાવેલિંગ કરવા માંગતા લોકો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. શહેરમાં સર ટી. હોસ્પિટલમાં લોકોને કોરોનાની વધતી મહામારીમાં આવવું પડે નહીં અને સંક્રમણ થાય નહિ માટે હોસ્પિટલ બહાર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો:1 એપ્રિલથી દેશના તમામ રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છતા નાગરિકોનો RT-PCR ફરજિયાત : નીતિન પટેલ
ભાવનગર સર ટી હોસ્પિટલે RTPCR ટેસ્ટની પ્રવાસ કરતા લોકો માટે કરી વ્યવસ્થા
ભાવનગર શહેરમાં RTPCR રિપોર્ટ માટે સર ટી. હોસ્પિટલમાં પ્રવાસ કરતા લોકોને આવવું પડે નહીં માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કેસ 4 એપ્રિલે શહેરમાં 58 અને જિલ્લામાં આવેલા કેસ સાથે એક દીવસનો આંકડો 77એ પહોંચતા RTPCR રિપોર્ટ માટે લોકોને સર ટી. હોસ્પિટલ સુધી પહોંચવું પડે નહીં માટે વ્યવસ્થા કરવામાં આવી છે, આ રિપોર્ટની સુવિધા માત્ર પ્રવાસ કરનારા લોકો માટે ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ પર RTPCR રિપોર્ટ ફરજીયાત, વાહનચાલકોમાં રોષ
પ્રવાસ કરતા લોકો ક્યાં કરાવી શકશે RTPCR રિપોર્ટ
ભાવનગર શહેરમાં આમ તો 13 આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા RTPCR રિપોર્ટની છે પણ સર ટી હોસ્પિરલ દ્વારા પ્રવાસ કરતા લોકો હોસ્પિટલમાં આવે અને સંક્રમિત બને નહિ તે માટે પ્રવાસીઓને હોસ્પિટલ બહાર રાખવા વ્યવસ્થા કરવામાં આવી છે ભાવનગરના ભીલવાડા સર્કલ ખાતે આવેલા મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે હલુરિયા ચોક, સોની જ્ઞાતિ વાળા ખાંચામાં આવેલા શહેરી આરોગ્ય કેન્દ્રમાં પ્રવાસીઓ માટે વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે, જેઓ પ્રવાસ કરવા માંગતા હોય તેને ક્યાંય નહિં બસ ભીલવાડા આરોગ્ય કેન્દ્ર પર પહોંચવાનું રહેશે.