- શિક્ષકોની ક્ષમતા માપવા સરકારી શિક્ષણ તંત્રનું વધુ એક ડગલું પ્રશ્નોત્તરીનું
- શિક્ષણ સમિતિએ પ્રશ્નોત્તરીના નામે પરીક્ષા લેવાનો કરશો ઘડી નાખ્યો છે
- સાત પુસ્તકોનું વાંચન કરવું પડશે અને બાદમાં પ્રશ્નોત્તરીમાં આપવા પડશે જવાબ
ભાવનગર: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ સરકારના શિક્ષકોની ક્ષમતા સામે ઉઠેલા સવાલનો હવે ક્યાંક માપવાની તૈયારીમાં હોઈ તેમ લાગી રહ્યું છે. શિક્ષણ સમિતિએ પ્રશ્નોત્તરીના નામે પરીક્ષા લેવાનો કરશો ઘડી નાખ્યો છે. સાત મહાપુરુષોના લખેલા પુસ્તકોનું શાળામાં કે ઘરે વાંચન કરવું પડશે. કારણ કે, આગામી દિવસોમાં શિક્ષણ સમિતિ તેના પર પ્રશ્નોતરી કાર્યક્રમ યોજશે અને શિક્ષકોની ક્ષમતાને માપશે. શિક્ષક સંઘે તૈયારી બતાવી છે અને કટાક્ષ કર્યો છે કે, જો પછી ભ્રમ ના ફેલાય અને જો ફેલાશે તો શિક્ષણ સમિતિ જવાબદાર રહેશે.
શિક્ષણ સમિતિએ સાત શ્રેષ્ઠ પુસ્તકો માટે પ્રશ્નોત્તરીનું કર્યું આયોજન પણ હેતુ શુ ?
ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિએ આગામી દિવસોમાં સરકારની નીતિ પર કામ કરતી હોય તેમ એક પ્રશ્નોત્તરીનું આયોજન કર્યું છે. શિક્ષણ સમિતિ દ્વારા સાત પુસ્તકોની પ્રશ્નોતરી રાખવામાં આવશે. જેમાં ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ, આ તે શી માથાકૂટ - ગિજુભાઈ બધેકા,બનગરવાડી - વ્યંક્ટેશ માંડગુળકર, દિવા સ્વપ્ન - ગિજુભાઈ, પાયાની કેળવણી- ગાંધીજી, મૂંઝવતું બાળક - હરભાઈ ત્રિવેદી, જ્યોત સદા જલે - હરીન્દ્ર દવે પુસ્તકોની પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોમાં વાંચન વધે અને શિક્ષણ ક્ષેત્રે ઘણું જાણી શકે તેવા હેતુથી પ્રશ્નોતરી રાખવામાં આવી છે. મતલબ સાફ છે કે, સરકાર શિક્ષકોની ક્ષમતા માપવા માંગે છે અને તેનો ક્યાંક આ એક ભાગ છે.