- ભાવનગરમાં શ્વાન ભરેલી વાન પહોંચી પોલીસ સ્ટેશન
- શહેરમાં ચાલી રહી છે શ્વાન ખસીકરણ પ્રક્રિયા
- ખસીકરણ વાનમાં વધું શ્વાન ભરાતા જીવદયા પ્રેમીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ
ભાવનગરઃ મહાનગરપાલિકાના ABC પ્રોજેકટ હેઠળ શ્વાન પકડવાની અને ખસીકરણ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે શહેરમાં શ્વાન પકડતી વાનમાં નિયમ વિરુદ્ધ શ્વાન ભરતા બે જીવદયાપ્રેમીઓએ વાન રોકી પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત વાનને પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ ફરિયાદ કરી હતી.
ભાવનગરમાં ખસીકરણ પ્રક્રિયા દરમિયાન વાનમાં વધારે શ્વાન ભરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ વાનમાં ખસીકરણ માટેના વધુ શ્વાન ભરાતા પોલીસ ફરિયાદ
ભાવનગર શહેરમાં ખસીકરણ માટે ABC પ્રોજેકટ હેઠળ કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અલગ-અલગ વિસ્તારમાંથી શ્વાન પકડીને ખસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે નવો વિવાદ ઉભો થયો છે. જેમાં શ્વાનની વાન શ્વાનને પણ પોલીસ સ્ટેશન લઇ જવાની ફરજ પડી હતી.
શું બન્યો બનાવ..?
ભાવનગરમાં ખસીકરણ માટે વાનમાં શ્વાન ભરવામાં આવી રહ્યા છે, ત્યારે બપોરના સમયે જીવદયાપ્રેમીઓએ વાનને ઉભી રાખીને તપાસતા નિયમથી વિરુદ્ધ શ્વાન ભર્યા હોવાથી વાન ઉભી રાખીને પોલીસને જાણ કરવામાં આવી અને નિયમ ભંગ બદલ પશુઓ સાથે અત્યાચારના આક્ષેપ સહિત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભાવનગરમાં ખસીકરણ પ્રક્રિયા દરમિયાન વાનમાં વધારે શ્વાન ભરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ નિયમ શું અને શા માટે પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો
ભાવનગરમાં શ્વાન ખસીકરણમાં એક પછી એક વિક્ષેપો આવી રહ્યા છે. શહેરમાં બે જીવદયા પ્રેમીઓએ શ્વાનની વાન રોકીને તપાસ કરી તો વાનમાં 19 શ્વાન ભરેલા હતા. જ્યારે નિયમ માત્ર 10નો છે. આથી પોલીસને જાણ કરી વાન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીવદયા પ્રેમીઓએ એક શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે. જો કે બાદમાં વેટરનરી મહાનગરપાલિકાના અધિકારીઓએ આવી મામલો થાળે પાડી વાનને છોડાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.