- ભાવનગરમાં 36 મી Rathyatra નીકળશે, પાંચ કલાકમાં થશે પૂર્ણ
- પ્રસાદી નહીં હોય, કોઈ સ્લોટના વાહનો નહી હોય, રથમાં ચડીને દર્શન નહીં કરી શકાય
- 5 વાહન સાથે 17 કિલોમીટર માર્ગ પર 5 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરાશે
- આશરે 4,000 પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવાશે
ભાવનગરઃ ભાવનગર શહેરમાં Rathyatra નિમિતે દરેક વિધિ કરવામાં આવી છે. રથયાત્રાને મંજૂરી મળતાં ( 36th Rathyatra approved in Bhavnagar ) પ્રસાદી વગર અને દર્શન કર્યા વગર લોકો ભગવાનને નિહાળી શકશે. 17 કિલોમીટર રુટમાં આશરે 4,000 પોલીસના બંદોબસ્ત વચ્ચે રથને ખેંચીને Rathyatra 5 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. સવારની દરેક વિધિ પૂર્ણ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાશે.
ઇતિહાસમાં પ્રથમ વખત 5 કલાકમાં Rathyatra પૂર્ણ થશે
ભાવનગર શહેરમાં ( 36th Rathyatra approved in Bhavnagar ) આગામી અષાઢી બીજના દિવસે 12 જુલાઈના રોજ નીકળશે. સવારમાં છેડાપોરા વિધિ કરવામાં આવશે જેમાં મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહજી ઉપસ્થિત રહીને વિધિમાં સામેલ થશે. વિધિ પૂર્ણ થાય 8 કલાકે નિયત સમય પ્રમાણે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. રથયાત્રામાં પાંચ વાહનો જોડાયેલા રહેશે તો દોરડા વડે ખલાસીઓ ખેંચીને રથને 17 કિલોમીટરની યાત્રા ભગવાનને પૂર્ણ કરાવશે. જો કે રથયાત્રા ક્યાંય પણ થોભ્યા વગર પાંચ કલાકમાં પૂર્ણ કરવામાં આવશે જે ઇતિહાસમાં પ્રથમ વખત બનશે. રથયાત્રા સમિતિએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં લોકોને મોબાઈલમાં અથવા અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન નિહાળવા અનુરોધ કોરોનાકાળના પગલે કરવામાં આવ્યો છે.