ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાવનગર મનપાની 52 બેઠકો માટે ચિત્ર થયું સ્પષ્ટ, 493 ફોર્મ ઉપડ્યાં જ્યારે 211 ઉમેદવારો મેદાનમાં

ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠક પરનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે 493 ફોર્મ ઉપડ્યાં હતાં. જોકે, હાલમાં અહીં મેદાનમાં 211 ઉમેદવાર છે. સૌથી વધુ 22 ઉમેદવાર વોર્ડ નંબર 1 ફૂલસર પર છે. જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 9 બોરતળાવ અને વોર્ડ નંબર 11 દક્ષિણ સરદારનગરમાં છે. જ્યારે અપક્ષમાં માત્ર ત્રણ ઉમેદવારો છે.

ભાવનગર મનપાની 52 બેઠક પર 211 ઉમેદવારો મેદાને
ભાવનગર મનપાની 52 બેઠક પર 211 ઉમેદવારો મેદાને

By

Published : Feb 10, 2021, 4:42 PM IST

  • ભાવનગર મનપાની ચૂંટણી માટે 493 ફોર્મનું વિતરણ થયું
  • વોર્ડ નંબર 1 ફૂલસરમાં સૌથી વધારે 22 ઉમેદવાર નોંધાયાં
  • પરિવર્તન પાર્ટી, સીપીએમ જેવા પક્ષોના માત્ર 3 ઉમેદવાર

ભાવનગરઃ ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે હવે 52 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી 52 બેઠક 13 વોર્ડની છે. તેના પર ઉમેદવારી માટે કુલ 493 ફોર્મ ભરવામાં આવ્યાં હતાં, જેમાં બાદમાં ચકાસણી સમયે 272 જેટલા ફોર્મ ચકાસણીમાં રદ થયા હતા. જ્યારે બીજા દિવસે પરત ખેંચવાના દિવસે 10 ફોર્મ પરત ખેંચાયા છે. આમ, કુલ અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું અને કુલ 211 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેના માટે આગામી દિવસોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ક્યાં પક્ષના કેટલાં ઉમેદવાર અને અપક્ષ કેટલાં?

ભાવનગર શહેરમાં 13 વોર્ડમાં 52 બેઠક પર 211 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. તેમ 52 બેઠક પર ભાજપના 52 ઉમેદવાર છે તો કોંગ્રેસના 51 ઉમેદવાર છે. કારણ કે, એક ફોર્મ કુંભારવાડાના મહિલાનું રદ થયું છે તો અન્યમાં આંકડો 105નો છે ત્યારે 105માં 39 ઉમેદવાર આમઆદમી પાર્ટીના છે. જ્યારે અન્ય નાના વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, સીપીએમ જેવા પક્ષોના ઉમેદવાર છે પણ અપક્ષનો આંકડો માત્ર 3નો છે .

વધારે ઉમેદવાર કયાં વોર્ડમાં અને અપક્ષ કયાં વોર્ડમાં?

ભાવનગરની 52 બેઠકમાં અપક્ષ ઉમેદવાર માત્ર 3 છે વોર્ડ નંબર 1 ચિત્રા ફુલસરમાં તો બીજો કુંભારવાડા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7માં એક અપક્ષ ઉમેદવાર આમ મળીને માત્ર 3 ઉમેદવાર અપક્ષના મેદાને છે. વધારે ઉમેદવાર જોવા જઈએ તો મનપાના પ્રથમ વોર્ડ ચિત્રા ફુલસરમાં સૌથી વધુ ઉમેદવારો 22 છે. જ્યારે બીજા ક્રમે વડવા-બ વોર્ડમાં 21 ઉમેદવાર અને ત્રીજા નંબરે વોર્ડ નંબર 2 કુંભારવાડામાં 20 ઉમેદવાર નોંધાયા છે. જ્યારે વોર્ડ નંબર 4 કરચલિયા પરામાં 19 ઉમેદવાર અને બાદમાં સૌથી નીચે એટલે સૌથી ઓછા બોરતળાવ વોર્ડ નંબર 9માં 12 ઉમેદવાર છે. આ જ રીતે વોર્ડ નંબર 11 દક્ષિણ સરદારનગરમાં 12 ઉમેદવાર નોંધાયા છે. નવીન વાત એ છે કે, છેલ્લા વોર્ડ નંબર 13 ઘોઘાસર્કલમાં ઉમેદવાર પણ 13 નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details