ગુજરાત

gujarat

ETV Bharat / city

તળાજા કોંગ્રેસમાં ભંગાણ, 200 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

સ્થનીક સ્વરાજની ચૂંટણી સભા સંબોધવા આવેલા CM રૂપાણીના આગમન પૂર્વે તળાજામાં અસંતોષ ફાટી નીકળ્યો છે. જે અંતર્ગત માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર 200 કોંગી કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

ETV BHARAT
200 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

By

Published : Feb 13, 2021, 3:27 PM IST

Updated : Feb 13, 2021, 8:11 PM IST

  • ભાવનગરમાં મુખ્યપ્રધાનના આગમન પૂર્વે કોંગ્રેસમાં ભંગાણ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ટિકિટને લઈને કોંગ્રેસમાં રોષ
  • યાર્ડના 200 લોકો ભાજપમાં જોડાયા

ભાવનગરઃ તળાજા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસ આગેવાને 200 કાર્યકરો સાથે શુક્રવારે કેસરીયો ધારણ કર્યો છે. શુક્રવારે જિલ્લા ઉપાધ્યક્ષ અર્જુનસિંહ યાદવે હનુભાઈની ટીમ સાથે 200 લોકોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

200 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા

કોંગ્રેસ વંશવાદથી ચાલે છે

ભાજપમાં જોડાયા બાદ હનુ પરમારે જણાવ્યું કે, કોંગ્રેસ વંશવાદથી ચાલે છે અને પેઢીઓની જેમ વહીવટ થાય છે. કોઈ નાના માણસનું સાંભળતું નથી અને પાયાના કાર્યકરોની અવગણના થાય છે. જો આમ જ ચાલશે તો જે કોંગ્રેસની પરિસ્થિતિ થઈ છે તેના કરતાં વિશેષ ખરાબ થશે.

Last Updated : Feb 13, 2021, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details