- સાયબર સેલમાં 176 ગુનાઓ નોંધાયા
- કસ્ટમરકેરના નામે ખોટા ફોન કોલિંગના 31 કેસો નોંધાયા
- યુવતીઓના નામે ફેક અકાઉન્ટથી ફસાવવાના કિસ્સા ટોપ પર
ભાવનગરઃ ટેક્નોલીજીના સમયમાં વ્યક્તિ હવે પ્રત્યક્ષ નહિ પણ પરોક્ષ રીતે લૂંટાઈ રહ્યો છે. ટેકનોલોજીનું પૂરું જ્ઞાન નહિ હોવાથી અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યાં છે. ભાવનગર સાયબર સેલ( Cyber Cell )માં 29 પ્રકારના કુલ 176 કેસ નોંધાયા છે. કસ્ટમર કેર નમ્બર અને સોશિયલ મીડિયા( Social media )માં યુવતીના નામે રહેલા ફેક એકાઉન્ટમાં અનેક યુવાનો અને વૃદ્ધો સહિતનાઓ ફસાયા છે. સાયબર સેલ આવા અનેક કેસમાં વ્યક્તિની છાપને ધ્યાનમાં લઈને મામલાઓનું નિરાકરણ અને ગુનાઓના ભેદ ઉકેલી રહી છે. ટેક્નોલોજીના આ આધુનીક યુગમાં મોટા ભાગના કામો આંગળીના ટેરવે થાય છે. જોકે, ટેકનોલોજીના આ યુગમાં લોકોને છેતરનારા લૂંટારાઓ પણ વધી ગયા છે.
ટેકનોલોજી આવતા હવે બેંકમાં પણ પૈસા સુરક્ષિત નથી
ભાવનગર શહેરમાં સાયબર ( Cyber ) એટેકના કિસ્સાઓને પગલે પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાઓ જોઈએ તો 176 કેસ અત્યાર સુધીના છે. લોકોને ઈન્ટરનેટના માધ્યમથી અથવા ફોન કોલિંગથી છેતરવામાં આવ્યાં છે અને અદ્રશ્ય રીતે લૂંટી લેવામાં આવ્યાં છે. ટેકનોલોજી આવતા હવે બેંકમાં પણ પૈસા સુરક્ષિત નથી. કારણ કે બેંકોનું જોડાણ ઈન્ટરનેટ અને મોબાઈલ નબરોથી થતા લૂંટારાઓ પણ હવે મેદાનમાં આવ્યાં છે. હાથમાં થેલી અને તેમાં પૈસા હોય તો જ લૂંટાય જાવ તેવું હવે નથી. હાથમાં મોબાઈલ હોય તો પણ હવે લૂંટાય જાવ તેવો સમય આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા
ભાવનગરમાં કેટલા પ્રકારના સાયબર કેસ નોંધાયા
ભાવનગર પોલીસની સાયબર સેલ ટીમ પાસે 176 કેસ આવ્યાં છે અને 29 પ્રકારના સાયબર ગુના( Cyber crime )ઓ નોંધાયા છે. જેમાં ઈન્ટરનેટના સોશિયલ પ્લેટફોર્મ છે, કોલિંગથી છેતરવાના કેસો છે. અત્યાર સુધીના કુલ કેસમાંથી હાલમાં તાજેતરમાં પોલીસે બેથી વધુ કેસનું ડિટેક્શન પણ કર્યું છે. ત્યારે 176 કેસમાં સૌથી વધુ કેસ કસ્ટમર કેરના છે. જેનો આંકડો 31 છે.